________________
૨૬ર ]
જીવન–સાફલ્ય દર્શન-૧ અને પાંચસે ગીતાર્થ શિષ્યના ગુરુ. પાંચસેને સંયમમાં ઝીલાવનારા અને મુક્તિના માર્ગે વાળનારા. પણ એ પાંચસેએ તે વખતે કહી દીધું કે “હવે તમે ગુરૂ નહિ, ઉપકાર ખરે પણ હૈયામાં, હવે બહાર નહિ.” આ શાસનમાં “હું” અને “અમે” ન ચાલે. તમે કે હું કરું ? અમે બોલતાં શીખ્યા તેના પ્રતાપે ? આ આગમે ન હેત તે અમે શું બોલવાના હતા? બધું પામ્યા એના પ્રતાપે અને પાછા “અમે” કહીને જાતને આગળ કરીએ? તમે પણ ન જાણે આગળનું, ન જાણે પાછળનું અને પાછા “હું આમ કહું છું ને હું તેમ કહું છું” એમ કહેતા ફરે તે હું તમને પૂછું છું કે તમે આવ્યા ક્યાંથી ? કઈ દુનિયામાંથી ? જ્ઞાનીઓની વાત પાસે તમારું મહત્ત્વ કેટલું ? માટે તમે જે શ્રી મહાવીરદેવના સાચા દીકરા બનવા માગતા હો તે કબુલાત કરે કે આજથી એ પરમતારકની આજ્ઞા પ્રમાણે અમારી બુદ્ધિમાં કઈ વાત કદાપિ ન ઊતરે તો પણ સાચું છે તે કહે તે જ. આ શિર હવે બીજે નહિ મૂકે.
યુદ્ધમાં બધાયે સૈનિકોને સેનાપતિને હુકમ માનવો જ પડે. પાછળ હઠવાનું કહે તે હઠવું જ પડે. રસૈનિકને વાજબી ન લાગે તે પણ હઠવું પડે. સૈનિકની બુદ્ધિ ત્યાં ન ચાલે. વિશ્વાસ ન હતું તે સેનાપતિ નીમો ન હતો, પણ નક્કી થઈ ગયા પછી તે તેને જ હુકમ આખરી. માટે જ રાજાએ યુદ્ધમાં વિજય મેળવે છે. જે બધા ૌનિકો સેનાપતિ બની જાય તે વહેલો નાશ નોતરે. માટે તમારે ને અમારે જ્યાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આવે ત્યાં અમારા વિચાર” એ વાતને આઘી જ મૂકવી. જૈન બનવા માટે આટલી ગ્યતા તે જોઈએ જ. આજ્ઞા એટલે અનંતજ્ઞાનીની દષ્ટિને નિષ્કર્ષ અને એ જ ધર્મ, સ્વામીને માનીએ છીએ એમ કહેવું અને મરજી મુજબ વર્તવું, એ ન ચાલે. સંયમ બતાવનાર નિર્દય કે દયાળુ ?
મનુષ્યજીવનની સફળતા માટે શ્રી જિનેશ્વરદેવનાં શાસ્ત્રોને અપૂર્વ પ્રેમથી સાંભળો, સાંભળીને તેના એક એક વચન ઉપર વિચાર કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org