________________
पुरुषविश्वासे वचनविश्वास
| ૨૬૧ “હું” અને “અમે ભૂલી જાઓ :
આ શાસનના સંસ્થાપક શ્રી તીર્થંકરદેવેઆપણે એમની આજ્ઞામાં રહી એ આજ્ઞાની આરાધના દ્વારા મુક્તિ મેળવવાના અથ. જે પરમતારકના શાસનમાં રહીએ, જે પરમતારકની નિશ્રામાં રહીએ, તે પરમતારકની આજ્ઞામાં રહેવામાં કાંઈ વાંધે ખરો ? મંત્રી બધું કરે, બધી સત્તા ભગવે, રાજાના નામનાં લખાણ પણ કરે, છતાં મહેરછાપ કોની? હુકમ કેને? ફરમાન કોના નામે ? નાનામાં નાના માણસને પકડવા માટે હેકમ તે રાજાને જ જોઈએ. મરી ગયેલા માલિકના નામની પેઢીમાં પણ જમા-ઉધાર એ માલિકના નામે જ થાય. નોકર પિતાના નામે કરે તે હાથકડી પડે. તેમ આપણે પણ ભગવાનની આજ્ઞાના નામે ચાલવાનું. એ રીતે આજ્ઞાની તન્મયતા ન હેત તે આ શ્રી જેનશાસનની પણ ઈતર દર્શને જેવી દશા થઈ હોત. આ શાસનના પરમપ્રભાવક સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ જે ધાર્યું હોત તે પોતાના વિચાર દર્શાવી શકે તેમ હતા. છઘસ્થ બુદ્ધિમાં વિચારભેદ સંભવિત છે. એક વખત તેમને પણ કઈ એક બાબતમાં વિચારભેદ થયે.ગુરુ પણ એ વિચારમાં સંમત થયા. છતાં એ મહાપુરુષે લખ્યું કે “અમને આ વિચાર થયે, એમાં અમારા ગુરુ પણ સંમત છે પરંતુ ગંભીર બુદ્ધિના ધારક શ્રી ભાષ્યકાર મહષિ સાથે એ વિચારને વિરોધ હોવાથી અમે એ બાબતમાં મૌન રહીએ છીએ. ક્યાં છે અને ક્યાં અમે?
આજે તો “અમે પણ કાંઈક છીએ” એમ બોલનારા પાક્યા છે. પણ “હું” અને “અમે” બોલનારા-માનનારાને આ શાસનમાં સ્થાન નથી. આરાધક બનવા માટે “હું” અને “અમે ભૂલી જવું પડશે. જમાલિ ભગવાનની પર્ષદામાં પિતાને મત સાબિત કરવા આવે છે. ભગવાન તે હજી બોલ્યા નથી ત્યાં જ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીજીએ તેને પ્રશ્નો કરી નિરુત્તર કરી દીધા. છતાં બહાર નીકળી હું સર્વજ્ઞ, હું સર્વજ્ઞ”ની દાંડી પીટવા લાગ્યા. તે જ વખતે ભગવતના શ્રમણ સમુદાયે અને શ્રાવક સમુદાયે નક્કી કર્યું કે હવે એ સંઘ બહાર. એ જમાલિ કોણ? ખુદ ભગવાનના ભાણેજ, જમાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org