________________
૨૬૦ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
,
મહેનત નિષ્ફળ છે. માટે આડાંઅવળાં ફાંફાં મારવાનુ રહેવા દો. ‘અમે પણ કાંઈક છીએ ' એ મનમાંથી કાઢી નાંખેા. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં મસ્તક ઝુકાવતાં શરમ કેમ આવે ? વર્તાય એટલું વર્તા, ન વર્તાય તે તે એને હાથ જોડી, અને ભવિષ્યમાં વર્તવાની ઉમેદ રાખા તા યે આ જીવનમાં ઘણું પામ્યા એમ મનાય. તાકાત જેટલે પણ આજ્ઞાનો અમલ કર્યા વિના મીજી માટી માટી વાતે કરવાના કાંઈ અર્થ નથી. મળી સાથે બાથ ભીડીએ તા મરીએ હુિ તા માંદા તેા જરૂર પડીએ અને કરતા હોઈએ તેમાંથી પણ ચૂકી જઈ એ. માટે હવે હાથ જોડીને કહો કે હે ભગવ'ત, મારે તાહરું વચન પ્રમાણુ, તું કહે તે જ ખરું. તમારી જેટલી બુદ્ધિ, તર્ક શક્તિ હોય તેટલી એ આજ્ઞાને અનુકૂળ થવામાં વાપરો. એની વિરુદ્ધમાં એક અંશ પણ વાપરતા નહિ. આનું નામ તે સમ્યક્ત્વ,
જયરાજાની દઢતા :
શ્રી જયરાજાની પરીક્ષા કરવા મુનિવેષે દેવ આવ્યે છે. રાજા મુનિને મહાજ્ઞાની સમજે છે. નિગેાદાદિ વસ્તુના સ્વરૂપની વાત આવતાં પેલા દેવમુનિ કહે છે કે ‘ ભગવાને બધાં તત્ત્વ તે સાચાં કહ્યાં છે પણ આ નિગેાદ આદિ જેવી કેટલીક વાત બુદ્ધિમાં ઊતરે તેવી નથી.’ એ વખતે જયરાજાએ ઘણી દલીલે કરી છતાં જ્યારે મુનિએ ન માન્યું. ત્યારે જયરાજાએ કહી દીધુ કે, ‘મહારાજ પધારો ! હવે આપણે મેળ નિહ મળે.' ગુરુ તારક ખરા, ઉદ્ધારક ખરા, પણ કાં સુધી ? આજ્ઞામાં હોય ત્યાં સુધી. મતિકલ્પના દોડાવે એટલે વાત પૂરી. ભગવાને કર્યું' એ કરવાની તાકાત આપણી નથી. આપણે તે એમણે બતાવ્યું એ કરવાનું. કેવળજ્ઞાની પણ એમનું કહેલુ જ કહે. જ્ઞાન સરખું છે છતાં કેવળજ્ઞાન એ પરમતારકની નિશ્રાએ પામ્યા, માટે એ તારકે કહ્યુ તે જ કહેા. એ કેવળજ્ઞાનીએ પણ શ્રી તીર્થંકરની દેશના વખતે ખાર પદામાંની એક પદામાં બેસે છે. એમને હવે સાંભળવાનુ શું? છતાં જાય અને બેસે. અરે છદ્મસ્થ એવા ગણધરદેવા પણ દેશના આપે ત્યારે પણ કેવળજ્ઞાનીએ પદ્મામાંથી ઊઠે નહિ, આવા કલ્પ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org