________________
૨૭૦ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
તમારી ઈર્ષ્યા કરે છે તે શા માટે? એ વિચારે છે કે “આ ભાગ્યશાળી એવા કે ઝટ એ પામે. અમારા સાગરોપમનાં આયુષ્ય વ્યે પૂરાં થાય ને શ્રાવકને અવતાર મેળવી આ એ પામીએ !” પણ હવે તે તેમને સ દેશ મેકલી દેવું જોઈએ કે “જે દીક્ષા માટે અહીં આવવા ઈચ્છતા હો તે ન આવશે. આવશે તે અમે તમારા એ માર્ગની આ દીવાલે ઊભી કર્યા સિવાય રહીશું નહિ.” મહાનુભાવો ! મુંબઈની હજારોની જૈન વસ્તીમાં જૈનત્વ કેમ ન ઝળકે? ત્યાં ત્યાગમાર્ગના પૂજારીઓ કેમ ન હોય? ત્યાગમાર્ગના ઉપદેશના ધોધ કેમ ન વહે? કહો કે જરૂર વહે. આ ભગવાનના શાસનની દીક્ષા હૈયામાં વસી જાય તે આત્માનું કલ્યાણ સુનિશ્ચિત છે. તમે સૌ આત્મકલ્યાણ સાધનારા બને એ જ એક શુભાભિલાષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org