________________
૨૫૬ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
જાળમાં ફસાવવા માટે છે તે તે વખતે એ પૂછનારો સાચે દયાળુ હોય તે શું કરે ? એ મોટો અવાજ કરે કે એકેએક પક્ષી ઊડી જાય. એકને પણ ત્યાં બેસી રહેવા ન દે. હવે આ બેમાં દયાળુ કોણ? દયાળુ પણ ન કરે એટલી દયા પારધીની હતી. દયાળુ તે અનાજ નાખી ચાલ્યો જાય. આ તે પાસે રહી ખવડાવે, કેઈ અંતરાય ન કરે એની કાળજી રાખે. કારણ એને તે થોડું અનાજ નાખી બધાને પકડી લેવા છે. આ કિયા સારી કે નરસી? અહીં મધ્યસ્થ બનાય? ગમે તેમ તે ચે અનાજ નાખવાની ઉદારતા તે કરીને, એમ કહેવાય? એની દેખાતી ઉદારતા, દેખીતી રક્ષાની પ્રવૃત્તિ એ બધી હિંસાની જ પ્રવૃત્તિ છે. કિયા કે વચનના આધારે ભૂલ્યા તે પરિણામ ખરાબ આવશે. પહેલી વ્યકિતની પરીક્ષા, પછી એની ક્રિયાને આદરઃ
શાહુકારની પેઢીને પટાવાળે પણ શેઠની ચિઠ્ઠી લઈને આવે તે પચાસ હજારને ચેક ફાડી આપે, પણ શાખ વગરની પેઢીને માલિક ખુદ પિતે આવે તેય પ્રથમ તે “ના” જ કહે. કદાચ શરમ પડે અને માણસ કાંઈ કામ હોય તે સમજાવી દો કે પૈસા હિત તે જરૂર આપત પણ આજે તિજોરીમાં પસા જ નથી. વ્યવહાર પણ વચનને નામે નહિ પણ વ્યક્તિના નામે ચાલે છે. પુરુષવિવારે વનવિવા?” રાખનારે કદી ભૂલે નહિ પડે. સજજન કરતાં દુર્જનનાં વચને વધારે મીઠાં હોય છે. દુર્જનની જીભમાં મધુ અને હૃદયમાં ઝેર હોય છે, જ્યારે સજજનના હૃદયમાં મધુ અને જીભમાં કદાચ કડવાશ લાવવી પડે છે. રેતા, કકળતા અને તરફડિયાં મારતા બાળકની છાતી ઉપર પગ મૂકી મા દવા પાય, ત્યારે પાડોશણું આવીને કહે કે “અરે ! આ શું કરે છે? આમ દવા પવાય? ત્યારે એ “મા”ને કહેવું પડે છે કે
બેન ! તું તારે ઘેર જા. હું એની મા છું. તને એમાં ખબર ન પડે.” ચાર ડાહ્યા ઊભા હોય તો તેઓ પણ કહે કે- એની વાત સાચી છે. મા જે કરતી હશે એ બાળકના ભલા માટે જ હશે, કારણ એ એની મા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org