________________
पुरुषविश्वासे वचनविश्वास
[ ૨૫૭
કેવળ વચનના વિશ્વાસે તે ઠગાવાને પૂરે સંભવ છે. બુદ્ધિનિધાન શ્રી અભયકુમાર જેવા પણ વેશ્યાથી ઠગાયા. જો કે એ વેશ્યા શ્રાવિકા બનીને આવી હતી એટલે ખરેખર ઠગાયા એમ ન કહેવાય. વેશ્યાએ કહ્યું કે “હું શ્રાવિકા છું, સંયમની ભાવના છે, તેથી તીર્થયાત્રાએ હાલ નીકળી છું.” શ્રી અભયકુમાર અહીં ધર્મના નામે ઠગાયા. જે રાજાએ શ્રી અભયકુમારને પકડી લાવવાની આજ્ઞા કરી હતી તેણે પણ જ્યારે આ વાત જાણું ત્યારે વેશ્યાને કહ્યું છે કે “આ નથી કર્યું. તું તારા બુદ્ધિબળથી નહિ પણ ધર્મના બહાને ઠગીને લાવી છે.” સારુ બેલનારે સારો જ હોય એવું એકાંત નથી. સ્નેહીની લાત પણ સહી લેવી સારી અને દુશ્મન “પધારો પધારે” કહે તે થે વિચારવાનું કે રખે ત્યાં ખાડે તે નહિ હોય ? સર્વોચ્ચ નિર્ચથતા અને સર્વશ્રેષ્ઠ ચક્રવર્તિતા :
શ્રી જિનેશ્વરદેવ રાગાદિ શત્રુઓ ઉપર વિજય મેળવી ચૂક્યા છે, એટલે આપણા માટે તે એમણે જે કહ્યું તે જ ધર્મ. પુરુષની પ્રામાણિકતા ઉપર વચનની પ્રામાણિક્તા નિર્ભર છે. આપણે તે દરેક ક્રિયામાં એ પરમતારકની આજ્ઞા જેવાની. શ્રી જિનેશ્વરદેવે તીર્થસ્થાપનાની પ્રવૃત્તિ ક્યારે કરી? કેવળજ્ઞાન થયા પછી, તે પહેલાં નહિ. કેવળજ્ઞાન પામ્યા પહેલાં પણ મહાસમર્થ, મહાજ્ઞાની ખરા પણ કેવળજ્ઞાન પાસે તે એ ચારેય જ્ઞાન બિંદુ જેવા છે. માટે તીર્થની સ્થાપના કેવળજ્ઞાન પછી જ, પહેલાં નહિ. શ્રી તીર્થકર નામકર્મને વિપાકેદય પણ કેવળજ્ઞાન પછી, પહેલાં નહિ. પહેલાં પણ ઈદ્રો આવે, સેવા, મહત્સવ કરી જાય પણ પછી જે જાતનાં કરે છે તેવાં એ નહિ. કેવળજ્ઞાન પછી તે દેવતાઓ ભગવાનને જમીન ઉપર પગ પણ મૂકવા ન દે. આગળ સુવર્ણકમળે છેઠળે જ જાય. કેવળજ્ઞાન પછીના રૂપ, રંગ, સાહ્યબી, બધુંયે નિરાળું. શ્રી વીતરાગ સિવાય એ કેઈને પચે નહિ. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ભગવંતની સ્તવના કરતાં કહે છે કે “હે
છે. સા. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org