________________
૨૪૪ ]
જીવન–સાફલ્ય દર્શન-૧ નહિ જ. સૂવાની વાત તે છે જ નહિ. એ સમગ્ર કાળમાં નિદ્રા ફક્ત અંતમુહૂર્તની. તે પણ આવી ગયેલી, લીધેલી નહિ. એટલા કાળમાં ખાધું કેટલા દિવસ ? ત્રણસે ને એગણપચાસ. તે પણ એક જ વાર, ઊભે ઊભે, જ્યાં આહાર ત્યાં જ પાણી, પછી કાંઈ નહિ. બાકી બધું તપ ચોવિહાર છે એમની જોડે કઈ ઊભું રહે તેવો? આજ સુધી તે કઈ થયું નથી. છતાં એવાની જેડે પણ ગમે તેને સરખાવે અને આપણે તાલીઓ પાડીએ તે આપણા આત્માની શી દશા થાય, એ વિચારે.
શ્રી મહાવીરદેવની જેની તેની સાથે સરખામણી કરનારને કહીએ કે “ શ્રીમાન ! ધીમાન્ ! જરા ઊભા રહો. ભગવાન શ્રી મહાવીરદેવને ઓળખે. ઓળખ્યા વિના જેની તેની સાથે સરખામણી કરી દુનિયાને ઊંધે માગે ન લઈ જાઓ.” શ્રી મહાવીરદેવ તે ત્રણ જગતના નાથ હતા. એમની સેવા ઉપાસનાથી તે આત્મા પાવન થાય. એમની શક્તિ અને એમનાં દાન, શીલ, તપ, સંયમ આદિને અંશ માત્ર પણ જ્યાં ન હોય એની સરખામણું એ ત્રણે લોકના નાથ સાથે કેમ થાય? જે મરજીમાં આવે તે ખાય, પીવે, હરેફરે, ચલાવ્યે રાખે, એવાની સરખામણી કઈ શ્રી મહાવીર દેવની સાથે કરે અને ચાંલ્લા કરનારા પાછા તાળીઓ પાડે, તે કહેવું પડે કે એ મૂર્ખાઓનું ટોળું છે.
પંડિત શ્રી ધનપાળે રાજા ભેજને શું કહ્યું હતું તે જાણે છે? ધનપાળ તે નવા જૈન બનેલા અને તમે તે જન્મના જૈન. શ્રી ધનપાળે નવીન ગ્રન્થ બનાવ્યું. ભેજ રાજાએ એ જોયે. પ્રસન્ન થયે, ધનપાલને કહે– પંડિતજી ! છે એક કામ કરે. આ ગ્રન્થમાં જ્યાં “વિનીતા” છે ત્યાં “ધારા” લખે, જ્યાં “ભરત” છે ત્યાં “ભેજ' લખે અને જ્યાં “ઋષભદેવ” છે ત્યાં મારા ઈષ્ટદેવનું નામ લખે, બાકી બધું બરાબર છે.” ધનપાલ કહે – “રાજન્ ! એ કેમ બને ? ઐરાવણની જગ્યાએ રાસભ, કંચનની જગ્યાએ કથીર અને ચિંતામણિની જગ્યાએ કાચના ટુકડાને ગોઠવવા જેવી આપની વાત છે. ક્યાં એ વિનીતા ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org