________________
સાચું જૈનપણું શેમાં ?
| | ૨૪૯ જગદગુરુ શ્રી હીરસુરિજી મહારાજને પ્રસંગ :
જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી મહારાજને જ્યારે અકબર બાદશાહનું આમંત્રણ આવ્યું ત્યારે ગામેગામના સાથે વિચારમાં પડ્યા છે કે હવે શું કરવું ? ગુરુ મહારાજને આવા બાદશાહ પાસે મોકલવાનું જોખમ કેમ કરાય ? બાદશાહ ગમે તે પણ જાતને મુસ્લિમ – વખતે કાંઈ ન કરવાનું કરે છે ? આમંત્રણ દાબી રાખ્યાં છે. ગુરુ મહારાજા શક્તિસંપન્ન છે, પ્રભાવક છે, એ ખરું પણ બાદશાહનું ભલું કરવા જતાં એમને કંઈ થાય તો સંઘનું શું થાય ? સંઘને તારક જાય એ કેમ પાલવે ? પછી તે એ ગયા છે અને શું બન્યું છે એ બધે ઈતિહાસ તમે જાણો છો. પણ પ્રશ્ન એ છે કે સંઘ પિતાની ફરજને કઈ રીતે વિચાર કરે ? શ્રી હીરસૂરિજી મહારાજ છેલ્લે ઊનામાં પધાર્યા છે. શરીર વ્યાધિગ્રસ્ત બન્યું છે. મરણ નજીક જાણું નકકી કરે છે કે હવે ઔષધની જરૂર નથી માટે આજથી ષધ બંધ.” એ વખતે આખે શ્રી સંઘ એકત્ર થાય છે. પુરુષ, સ્ત્રીઓ, બાળબચ્ચાં તમામ આવી સૂરિજીને વિનંતિ કરી કહેવા લાગ્યા કે “ભગવંત, આપને શરીરને ખપ નથી એ અમે જાણીએ છીએ પણ અમારા ભલા ખાતર આપ ઔષધ . પણ સૂરિજી જ્યારે પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા ત્યારે સકળ સંઘે કહ્યું કે “તે અમારે પણ આજથી અન્નપાણીને ત્યાગ છે.” સ્ત્રીઓ કહે “અમે બાળબચ્ચાંને ધવરાવીશું પણ નહિ અને અહીંથી ઊઠીશું પણ ત્યારે જ કે જ્યારે આપ ઔષધ લેશે.” આખરે તેમને ઔષધ લેવું પડ્યું. આનું નામ ગુરુભક્તિ. શ્રી સિંહમુનિની ગુરુભક્તિ
ભગવાન શ્રી મહાવીરદેવ તે સર્વજ્ઞ અને વીતરાગ હતા ને ? જ્યારે ભગવાન ઉપર ગોશાળાએ તેજોલેસ્યા મૂકી, ત્યારે છ મહિના સુધી ભગવાનને દસ્તમાં લેહી પડ્યું. છતાં ભગવાન ઔષધ લેતા નથી. એક સિંહમુનિ નામના અણગાર રે જ ભગવાનને વિનંતિ કરી કહે છે કે “ભગવંત ! આપ ઔષધ .” પણ ભગવાન લેતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org