________________
સાચું જૈનપણું શેમાં ?
[ ૨૪૭
કઢાવશે. આવી નિંદાઓને સુમાર નથી અને જન્મજાત જેને પણ એવું સાહિત્ય આનંદપૂર્વક વાંચે છે. સાધુને સાધુ તરીકે માનનારાની ભાવના કઈ હેય?
ઉપસર્ગ અને પરિષહ સહેવા એ સાધુનો ધર્મ છે, પણ સાધુને સાધુ તરીકે માનનારાની ભાવના કઈ હેવી જોઈએ ? શ્રી સંપ્રતિ મહારાજા શ્રી જિનશાસનના પરમ અનુરાગી હતા. એમણે સવા કોડ જિનબિંબ ભરાવ્યાં. તમે સવા ક્રોડ સાંભળી ભડકતા નહિ. આજે તે આવી વાત કરતાં યે ચિંતા ઊપજે તેવું છે. “દશકા પછી દેરાસરે મટી જવાનાં છે અને ઉપાશ્રયમાં ઘાસ ભરાવવાનાં છે,” એમ બેલનારને ખબર નથી કે ભગવાન શ્રી મહાવીરદેવની પૂઠે સમર્પણ કરનારા હજી જીવે છે, કંઈકની જબાન બંધ કરી દેવાની તાકાત ધરાવે છે. અજ્ઞાન ટોળાં પાસે ફાવે તેમ બેલ્થ જવું એમાં મહત્તા કે વિદ્વત્તા નથી પણ મૂર્ખતા છે. સભ્યતા રાખી જ્ઞાતા પાસે પ્રમાણપૂર્વક વાત કરવી હોય તે ચાલ્યા આવે. બધી વાતેના ફેંસલા થઈ જાય. બધું મેદાન થઈ જવાને તે હજી સાડા અઢાર હજાર વર્ષની વાર છે. તે પહેલાં રૂઓ, માથાં પછાડો કે બૂમ પાડો તે પણ કશું વળવાનું નથી. ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન પૂરા એકવીસ હજાર વર્ષ ચાલવાનું છે એ નક્કી વાત છે. પાપને ઉદયે કંઈક ગબડી જવાના પણ શાસન તે રહેવાનું જ.
શ્રી સંપ્રતિ મહારાજાએ સવા લાખ શ્રી જિનમંદિરો કરાવ્યાં. રોજ સવારે એક નવીન શ્રી જિનમંદિરના ખાતમુહૂર્તના સમાચાર ન આવે ત્યાં સુધી અન્નપાણી ન લેવાને એમને અભિગ્રહ હતે. છત્રીસ હજાર પુરાણ શ્રી જિનમંદિરને એમણે જિર્ણોદ્ધાર કરાવ્યો છે. આટલું કરનારા એ એક રાત્રિએ જાગી ગયા ત્યારે વિચાર કરે છે કે મેં હજી કાંઈ ન કર્યું; ઘણું કરવાનું રહી ગયું.” તમે શું વિચારે? થોડું કર્યું હોય તે ઘણું કર્યું છે માની સેબને જણાવ્યા વિના ચેન પડે? મહારાજા સંપ્રતિ વિચાર કરે છે કે “આર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org