________________
૨૪૬ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
જીવન લખનારા અજ્ઞાનીઓ લખે છે કે ભગવાન ચાલતા ત્યારે ધરતી ધ્રુજતી. કહે હવે, ભગવાન એમ ચાલે ખરા? ભગવાન તે ઈસમિતિ પાળતા મલપતા હાથીની ચાલે ચાલે અને પગ એવી રીતે મૂકે કે નાનામાં નાના જતુને પણ પીડા ન થાય
બીજો એક અજ્ઞાન એમ લખે છે કે “ભગવાન મહાવીરે ચંદનબાલા પાસે જઈને માફી માગી હતી.” શાસ્ત્રમાં ભગવાન મહાવીર છે, ચંદનબાલા પણ છે અને અભિગ્રહ પણ છે. પણ એ જે રૂપમાં છે તેનાથી ઊંધા રૂપે ચીતરવામાં આવે છે તેને આ વિરોધ છે; ભગવાનને અભિગ્રહ હતું કે “રાજપુત્રી હોય, માથું મુંડાવેલું હોય, પગમાં બેડીઓ હોય, ત્રણ દિવસની ઉપવાસી હોય, ઉમરા વચ્ચે બેઠી હોય, આંખમાં આંસુ હોય, તે ભીક્ષા આપે તે લેવી.” ભગવાન આવ્યા ત્યારે બધું હતું પણ આંખમાં આંસુ ન હતાં. પ્રભુ પાછા ફર્યા એટલે ચંદના રેઈ પડી. ભગવાને પાછા ફરી ભિક્ષા લીધી. અહીં લખનાર લખે છે કે “ભગવાન પાછા આવી હાથે જોડે છે, ચંદનાની માફી માગે છે અને કહે છે કે ભૂલી ગયો, માફ કર, મને તારું જીવન – તારું દુખ સંભળાવ.” ચાર ચાર જ્ઞાનના ધણુ ભગવાન ચંદનબાળાને આવું પૂછે? કાંઈ સમજાય છે ? આવું લખનારા ભગવાનના શાસનની પ્રભાવના કરે છે કે હલકાઈ કરે છે? આવા સાહિત્યથી જગતને ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર બહુમાન પેદા થશે? હું પૂછું છું કે આવું યથેચ્છ લખનારનું લખેલું સાહિત્ય વાંચે, સાંભળે અને ચલાવી લે એ બધા પાપના ભાગીદાર બને કે નહિ?
સભા - “ નરકે જાય.’
અરે ભાઈ! નરકની વાત જવા દે. નહિ તે વળી કહેશે કે સાધુઓએ સ્વર્ગને ને નરકને ઈજા લીધે છે. પણ અમારે એવા પાસ નથી કાઢવા અને અમે એ માટે નવરા પણ નથી. ભગવાને તે અમને ફરમાવ્યું છે કે બે રસ્તા બતાવી દેવા. એક સ્વર્ગને, એક નરકને. પછી જેને જ્યાં જવું હશે ત્યાં જશે. એની મેળે એ જ પાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org