________________
સાચું જૈનપણું શેમાં ?
| [ ૨૪પ
ક્યાં આ ધારા, ક્યાં ભરત ને ક્યાં ભેજ, કયાં એ સર્વોત્કૃષ્ટ વિતરાગ શ્રી ઋષભદેવ અને જ્યાં તમારા સરાગી ઇષ્ટદેવ રાજન્ ! આપ અન્નદાતા છે, પાલક છે એ બધું કબૂલ, પણ તેથી આવી અગ્ય વાત કદી ન બને.” ભેજ કહે છે – “ધનપાલ ! આનું પરિણામ કેવું આવશે તે જાણે છે?” ધનપાલ કહે – “ પરવા નહીં. જે આવશે તે ખમી ખાઈશ પણ ન કરવા જેવું તે નહિ જ કરું.” આ ખમીર હતું. અન્નની ખાતર ધર્મ વેચનાર, વાર્થ ખાતર ધર્મને ઠોકરે મારનારા એને જેવા નામર્દો દુનિયામાં કેઈ નથી. નિંદા સાંભળતાં પહેલાં કાનમાં આંગળાં ઘાલે:
દેવ, ગુરુ, ધર્મની નિંદા સાંભળનારને પણ પાપને ઉદય ઘેરે છે. પુણ્ય-પાપના વિપાકને સમજે. ચાર દિવસની ચાંદનીમાં મૂંઝાઈ ન જાઓ. પામ્યા છે એને સફળ કરવું હોય તે ઓછું બને તે ઓછું કરે પણ વિરોધની પડખે તે ઊભા ન જ રહે. ભગવાન શ્રી મહાવીરદેવના સાચા ગુણગાન કરતાં ન આવડે તે ન કરે પણ વિરોધ સાંભળતાં પહેલાં કાનમાં આંગળાં ઘાલે. તમે એવા ખીલે બંધાઈ જાઓ કે કોઈની તાકાત નહિ કે તમને એક કદમ પણ ખસેડી શકે. ભગવાન શ્રી મહાવીરદેવે અનંત બળ શાના ગે મેળવ્યું હતું? એ શક્તિ કૂદીને આવી હતી? સાડા બાર વર્ષમાં ઘેર તપશ્ચર્યા કરી, બેઠા નહિ અને ઊંચા પણ નહિ, એ બધી શક્તિ ક્યાંથી મેળવી? દુનિયાનાં સાધનોથી અમુક શક્તિ મળે પણ તે કામચલાઉ જ. આજ હોય અને કાલે ન પણ હોય. શક્તિ તે એવી જોઈએ કે જે યાવત્ મોક્ષપ્રાપ્તિ સુધી ટકે. કેઈને મારવાની શક્તિ કેળવી પણ કેઈથી માર ખાતાંએ મૂંઝવણ ન થાય એ શક્તિ કેળવી? ખરી શક્તિ તે તે છે કે જે અપરાધી પ્રત્યે પણ ક્ષમા રખાવે – બહાદુરી મારવામાં નહિ પણ માર ખાવામાં છે. વધુ ગુસ્સ કોને આવે? દુનિયામાં પણ કહેવત કે “કમજોરને ગુસ્સા બહેત.' વાતવાતમાં ગુસ્સો આવે એ નબળાઈ છે. ભગવાનની શક્તિને ઓળખે. આજે ભગવાનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org