________________
સાચું જૈન પારું શેમાં ?
|| ૨૪૩
સાંભળેલા આટલા અનુભવી રીતે જાણો. અહિ મહાનુભાવે !
જવાને છે ? સવા મણ રૂની તળાઈમાં સુવાનું છે? મોટરમાં ફરવાનું છે? રેલવેની સફર કરવાની છે? હવાઈ જહાજોમાં ઉડવાનું છે? ચોવીસે કલાક ખાવાનું છે? ઊંઘતાં સુધી બીડીઓ ફેંકવાની છે? કઈ એવી લાલચ છે કે જેથી ફેસલાવીને દીક્ષા અપાય ? મહાનુભાવો ! જરા સમજે-સાધુ ધર્મ, શ્રાવક ધર્મ, સમ્યગૃષ્ટિપણું અને માર્ગોનુસારીપણાનું વર્ણન સારી રીતે જાણે. આ ધર્મમાં ક્યાંય પોલ નથી. તમે આટલા અનુભવી, અનેક સાધુઓના પરિચયમાં આવેલા, શાસ્ત્રો સાંભળેલા, છતાં કોઈ એકાદ વ્યક્તિ ગમે તેમ બેલે તેમાં હા જી હા કરો, એ ચાલે? કમ તાકાતના કારણે વસ્તુ પામી ન શકે તે બને પણ તે વસ્તુને કેઈ ખોટા રૂપમાં ચીતરે તે તમે તેને ઊભે પણ ન રાખો ? ભગવાનની સાથે જેની-તેની સરખામણી ન થાય.
તમે જાણે છે કે – આ શાસ્ત્રકારોએ જેટલાં આશ્રવનાં સ્થાન તેટલાં સંવરનાં અને જેટલાં સંવરનાં સ્થાન તેટલાં આશ્રવનાં કહ્યાં છે ? જે સાધનથી અનંતા આજ સુધીમાં મુક્તિએ ગયા તે જ સાધનથી અનંતા ડૂબી ગયા છે. આજે પણ જે સાધનોથી સંખ્યાબંધ આત્માઓ પિતાના આત્માને પવિત્ર બનાવે છે તે જ સાધનોથી સંખ્યાબંધ આત્માઓ પિતાના આત્માને મલિન બનાવી રહ્યા છે. ભવિષ્યમાં આ જ દ્વાદશાંગીથી અનંતા આત્માઓ તરશે અને એનાથી જ અનંતા આત્માઓ ડૂબશે. આ શાસન ખોટું છે?—એમ એની નિંદા સાંભળતાં પહેલાં એટલું તે કહો કે “ભાઈ જરા છે. પ્રમાણ લાવે. અમુક ચીજ સાચી કે ખોટી, એ કહેવાને અધિકાર એને સમજ્યા પહેલાં નથી મળતે, માટે જરા સમજો–શ્રી જિનેશ્વરદેવને ઓળખે.” ભગવાન શ્રી મહાવીરદેવ સંયમ લઈને છદ્મસ્થકાળમાં સાડા બાર વર્ષ અને પંદર દિવસ રહ્યા. એ સાડાબાર વર્ષ અને પંદર દિવસના હાલમાં કદી જમીન પર બેઠા નથી. કવિએ ગાયું કે-સાડા બાર વરસ જિન ઉત્તમ વીરજી ભૂમિ ને કાયા . કદી બેઠા તે ઊભે પગે, પગ વાળીને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org