________________
સાચુ જૈનપણું શેમાં ?
સ્વરૂપ ન જાણે એ ઉપકાર કરે શી રીતે ? મુનિ વિચારે છે કે, ‘આપત્તિ કે સંપત્તિ વખતે દુર્ધ્યાન ન આવે એવી ચીજ આપવી જોઈ એ. ’ આપત્તિ અને સંપત્તિ અને અશુભ ધ્યાનનાં કારણ છે. મને આન્તરૌદ્ર ધ્યાનનાં નિમિત્તો છે. જે આ આગમને હૈયામાં રાખે તે એ બેયના પંજામાંથી ખેંચે,
સંપત્તિમાં મમ્મણ રોઠ અને આપત્તિમાં કાલસૌરિકનાં દાંત વિચારોઃ સપત્તિ-સમયની દશા માટે મમ્મણ શેઠનું દૃષ્ટાંત વિચારો, જેના બળદનાં શિંગડાં પૂરાં કરવા રાજા શ્રેણિક પણ અસમર્થ હતા. એ મમ્મણની મિલકત કેટલી ? છતાં તે ખાતા હતા તેલ ને ચાળા છે. એટલી મિલકતના માલિક આત્તરૌદ્ર સેવી મરીને સાતમી નરકે ગયા, જ્યાં તેત્રીસ સાગરે પમની સ્થિતિ છે. સ`પત્તિ હતી કે નહિ ? પણ પરિણામ શું આવ્યું ? એ જ રીતે આપત્તિમાં કાલસઔકરિક કસાઈનુ દૃષ્ટાંત છે. રાજ નિયમિત પાંચસે પાડા મારનારા. એ ન મારે ત્યાં સુધી તેને ખાવુ ન ભાવે. અંત સમયે ધાતુવિપ યના રાગ થયા. ભયંકર પીડા અનુભવે છે. કડવું મીઠું લાગે અને મીઠું કડવુ લાગે, સુગંધ દુર્ગંધ લાગે અને દુર્ગંધ સુગંધ લાગે એવી દશા થઈ. દીકરે. સુલસ શ્રી અભયકુમારના મિત્ર. પિતાની શાંતિ માટે પુષ્પની શય્યા બિછાવે. ચંદનના લેપ કરે, મિષ્ટાન્નનાં ભાજન આપે પરન્તુ પેલે આ બધાથી અકળાઈ ને વધુ ઝૂમે મારે. સુલસ મૂઆયા. શ્રી અભયકુમારની સલાહુ લેવા ગયા. શ્રી અભયકુમાર કહે છે ‘સુલસ ! રાજ પાંચસે પાડા મારનારાની નરકે જવા પહેલાંની આ દશા છે માટે એના ઉપાય તુ કરે છે તે ન હોય. એને તેા પુષ્પને મદલે ખાવળની શય્યામાં સુવાડ, ચંદનને બદલે વિષ્ટાનુ વિલેાપન કર અને મિષ્ટાન્નને બદલે લીંબડો વગેરે કડવામાં કડવી ચીજો ખાવા આપ, તે કાંઈક શાંતિ અનુભવશે, ’ સુલસે એ પ્રમાણે કર્યુ ત્યારે પેલાને કાંઈક શાંતિ થઈ. જપીને ‘ હાશ ’ કર્યું. મરતાં મરતાં પણ સુલસને નજીક ખેાલાવીને
..
*
કહે છે કે તુ
જી. સા. ૧૬
Jain Education International
૨૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org