________________
સાચું જૈનપણું શેમાં ?
૨૩૯
આજના વાદીઓની જાત જુદી છે! એ તે એમ જ કહે કે “મહાવીર ખોટા.” પૂછે કે “શી રીતે?' તે કહે કે “એ સાચા, એમ તમારે સાબિત કરવાનું. અમને તે ઠીક લાગે તે કહેવાનો હક્ક છે. એમને બધા હક્ક. સામાને કાંઈ હક્ક નહિ. એમને ખોટી વાત કરવાને હક્ક અને એ ખોટાને ખોટું કહેવાને સાચાને હકકે નહિ. એમને આખા મહાવીરના શાસનને ખોટું કહેવાને હકક તે એમ કહેનારે મહા ખે છે એવું કહેવાને અમને હક્ક નહિ? મહાવીર સર્વજ્ઞ ન હતા એમ કહે તે ચાલે? કેઈના ઘર માટે ગમે તેવું કહેવાને કોઈને અધિકાર ખરે? કાયદે એવી છૂટ આપે છે? કિમત વિનાના માનવી, શાસ્ત્રના અજાણ એમ કહી દે કે “મહાવીરનાં આગમ ખેટાં છે, તે એ હકકે નહિ પણ એક જાતને હડકવા છે. એ ભયંકર ચેપી રેગ છે. એના પંજામાં જે ફસ્યા તે બીચારા બધા કંગાળ થઈ ગયા. ભૂંડી હાલતે જીવી રહ્યા છે. પુણ્ય ખવાઈ ગયું. પાપને ઉદય આવી ગયે. આવી ગયે નહીં પણ ખેંચી લાવ્યા. દુઃખી દુઃખી થઈ ગયા. માટે કહું કે જરા સમજે ! સંયમ ન પળાય તે તમે જાણે પણ પાળનારા પર દાંતિયાં ન કરે. જગત ઉપર દયા આવતી હોય તે ઘણું લૂંટારા લૂંટ ચલાવી રહ્યા છે, કંઈક નામદારો દહાડે પેઢી પર બેસી લૂંટ ચલાવી રહ્યા છે, જુગારીઓ, ચેટ્ટાઓ, બદમાશે ભલા જીવોને પરેશાન કરી રહ્યા છે, એ બધાથી જગતને બચાવવા જહેમત ઉઠાવે. પણ ત્યાં તે કશી ત્રેવડ નથી. એટલે તેની દાઝ અહીં ઉતારાય છે. પણ તેનું પરિણામ ભૂંડું આવશે. ખરેખર, દુનિયાને તારનારી, ઉદ્ધારનારી વસ્તુ સામે જેમ તેમ બેલનારા આ જિંદગીમાં જ પાયમાલ થાય છે. કદાપિ પાપા નુબંધી પુણ્યના ઉદયે અહીં બચ્યા તે આગામી જિંદગીમાં તે દશા ભયંકર જ થવાની એ નિશ્ચિત છે. શાંતિ અને સહિષ્ણુતાને અર્થ સમજે?
આજે શાંતિ અને ક્ષમાની વાત થાય છે. પણ એ શાંતિ અને ક્ષમા શાના માટે ?, સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચરિત્ર – આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org