________________
૨૪૨ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
એક મારી વાત કબૂલ કરે તો મારે જીવ ગતિએ જાય. મારા કુલધર્મ પ્રમાણે તારે પણ મારી જેમ જ પાંચસે પાડા મારવા.” ભયંકર આપત્તિમાં પણ કેવી ભાવના થાય છે એ વિચારે. સુલસ આ આજ્ઞા માને? જે બાપે પાળીપોષી દૂધ પાઈ મોટો કર્યો, અને એના કહેવા પ્રમાણે એનો જીવ ગતિએ જતો નથી, લટકી રહે છે, એ વખતે આ દીકરે “હા” કહે કે “ના” કહે? તમારો શું મત છે? સુલસ કહે છે “પિતાજી ! હિંસાનું ફળ પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. એ સહેવાની મારામાં તાકાત નથી. આપનો જીવ ગતિએ જાય કે ન જાય પણ મારાથી એ પાપ થઈ શકે તેમ નથી.” આ દીકરી આજ્ઞાભંજક કે આજ્ઞાપાલક ? ધર્મ અને વ્યવહાર : - આર્યદેશના વ્યવહાર જ્યાં ધર્મને બાધક બને ત્યાં આર્યત્વનું ખંડન થાય છે. ધર્મ અને વ્યવહાર એ ભિન્ન વસ્તુઓ છે. ધમી વ્યવહાર એવો સેવે કે ધર્મમાં બાધ ન આવે. ધર્મમાં રહેનાર વ્યવહારને ન જુએ તે પણ ચાલે. વ્યવહારમાં રહેનારે જે ધમી થવું હોય તે ધર્મને ચોવીસે કલાક દષ્ટિ સામે રાખવો જોઈએ. શ્રી જિનેશ્વરદેવનો ધર્મ કેઈને ભેળવીને આપી શકાતું નથી.
સર્વવિરતિ એટલે આ આઘો-પંચ મહાવ્રતને સ્વીકાર, દેશવિરતિ એટલે સમ્યકત્વમૂલ બારવ્રત, સમ્યગૃષ્ટિ એટલે-“ભગવાને કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું’ એવી માન્યતા ધરાવનાર અને માર્ગનુસારિતા એટલે ૩૫ ગુણે કે જેમાંના માત્ર પહેલા, મધ્યના અને છેલ્લા એ ત્રણને જ વિચાર કરીએ તે “ન્યાયસંપન્ન વિભવ એટલે પૈસા માટે નીતિ ન વેચવી એ પહેલે, “પાપભીરુતા એ બીજો અને “જિતેન્દ્રિયપણું” એ ત્રી. આ ત્રણ હોય તે ધર્મ સારી રીતે થાય. કહો ! હવે આ બધા ધર્મોમાં કયે ધર્મ ફોસલાવીને અપાય તે છે? આજે બેલાય છે કે – “આઘે ફેસલાવીને, લલચાવીને અપાય છે. હું પૂછું છું કે – અહીં આવે એને – સાધુ થાય તેને – બે-પાંચ લાખ વાર મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org