________________
સાચું જૈનપણું શેમાં ?
[ ૨૩૫
એમાં શંકા કરવાનું કારણ ન જ હેય. જીવન ટૂંકું છે. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ જવાની તૈયારી થાય છે. મર્યા પછી ક્યાં જવાનું તેને આધાર અહીંની કરણી ઉપર છે. વાત વાતમાં જ્યાં ત્યાં વિચાર્યા વિના, સમજ્યા વિના, વસ્તુના વિવેક વિના, દરેક જગ્યાએ “હા એ હા કયે જવું અને કોઈ ઝુકાવે તેમ મૂકયે જવું એમાં હાનિ કોને થશે ? આપણે શ્રી જિનેશ્વદેવની પૂજા ન કરીએ તેમાં એમને કાંઈ હાનિ નથી. એમની મહત્તા એથી ઘટી જવાની નથી. જો એમના ભલા માટે એમનું પૂજન કરતા હે તે બહેતર છે કે ન કરતા. એમનું તો ભલું થઈ ચૂકેલું છે. સાધુને માનીએ તે એમનું સારું કહેવાય, એમ સમજીને માનતા હો તે ન માનતા. જૈનકુળમાં જન્મ્યા છતાં દેવને ન પૂજો, સાધુને ન માને, દાન-શીલ-તપ-ભાવ વગેરે કાંઈ ન કરે, તે એ બધાને કોઈ જ વાંધે આવી જવાને નથી. તમને એમ લાગે કે એ બધું કરવામાં અમારું કલ્યાણ સમાયેલું છે તે જ કરે. એવી ચિંતા ન કરતા કે અમે નહીં માનીએ તો એ બધાનું શું થશે? એ બધા તે તમારા ઉપર દયા કરવા જોગ છે, કાંઈ તમારી દયાના અધિકારી નથી. દેવ સિદ્ધિપદને પામેલા છે અને ગુરુ સિદ્ધિપદના સર્વોત્તમ માર્ગને પામેલા છે. માટે એ બંનેને કેઈની દયાની શી જરૂર છે? છતાં તમે હમણાં તેમને માને છે તે એવું સમજીને કે જાણે અમે તેમની પર ઉપકાર કરીએ છીએ. જે એમ ન હોય તે આજે તમારી આગળ એ દેવ, ગુરુને આગમથી વિપરીત બેલનારા ઊભા રહી શકે ? ઘરને માલિક તે કે જેના ઘરમાં નેહીને આવતાં આનંદ થાય પણ દુશ્મનને ડર લાગે. જે તમને દેવ-ગુરુ ઉપર શ્રદ્ધા હોત, એમને તમે આત્મકલ્યાણ માટે માનતા હોત, આગમ તમને તારક લાગતું હેત તે એ દેવ-ગુરુ અને આગમો માટે જેમ તેમ બોલનારા તમારી નજીક આવતાં વિચાર કરત. પણ એ ત્રણેને તમે હજી સમજી શક્યા હો તેમ લાગતું નથી. આ જીવનની સાર્થકતા માટે જ એ ત્રણને પૂજવાનાં અને માનવાનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org