________________
૨૩૬ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
આશા વીતરાગ છે. આ પણ
એમના ભલા
આજ્ઞાના પાલન માટે પ્રાણ પાથરે ઃ
દેવ વીતરાગ છે. એમને પૂજાની જરૂર નથી. પણ એમના પૂજનમાં, એમની આજ્ઞાના પાલનમાં આપણું આત્મકલ્યાણ સમાયેલું છે, માટે આપણે એમને પૂજવાના છે, પણ એમના ભલા માટે નહિ. શ્રી તીર્થ કરે તમારી પૂજાથી તીર્થકર નથી. તમે પૂજા નહિ કરે તે તેમનું તીર્થકરપણું ભૂંસાઈ જવાનું નથી. તમારે પણ એમના જેવા પૂજ્ય બનવું હોય; આધિ, વ્યાધિ, ઉપાધિથી છૂટવું હોય, તે જ એમની પૂજા કરજો. એમની પૂજા કરનારે સાચે છે કે જે એમની આજ્ઞાના પાલન માટે પ્રાણ પાથરે, આજ્ઞાનું પાલન ન થાય તે આંખમાં આંસુ આવવાં જોઈએ. અર્થાત્ સાચા પૂજકને મન આજ્ઞા એ જીવનનું સર્વસ્વ હોવું જોઈએ. શ્રી કુમારપાળ મહારાજાના રાજ્યમાં પશુઓને પણ પાણી ગાળીને પવાતું. રાજ્યના જેટલા ઘોડા એ દરેકના પલાણ પર પૂજણ રહેતી, જેનાથી જીવજંતુને પૂજીને દૂર કરવામાં આવતાં, પછી સવારી થતી. મહારાજાને એક વખત પલાણને પૂજતા ભાળી એમના એક સેનાપતિને મૂંઝવણ થઈ કે આ રીતે ઝીણું જતુને પૂજ્યા કરે છે એ યુદ્ધ શી રીતે કરશે ? એ વાત વહેતી વહેતી શ્રી કુમારપાળ મહારાજાના કાને પહોંચી. તરત સેનાપતિને બેલાવી પોતાનું પરાક્રમ બતાવ્યું અને પછી કહ્યું કે – “આ બળ નિરપરાધી જેના સંહાર માટે નથી.” સાચો બળવાન છે કે જે નબળાની રક્ષા કરે. અપરાધી પણ વિના શિક્ષા કયે સુધરતે હોય તે શિક્ષા ન કરે. શ્રી કુમાળપાળ મહારાજાના રાજ્ય જેવું કંઈ રાજ્ય થયું નથી. આમાં રાજ્યની પ્રશંસા નથી પણ એ રાજ્યમાં થઈ ગયેલા જનત્વના ઝળકાટની એમાં પ્રશંસા છે. શ્રી અરિહન્ત પરમાત્માની આજ્ઞાપાલનની તત્પરતાનાં એમાં દર્શન થાય છે. પહેલે ધર્મ ને પછી બધું :
જ્યાં એક પણ ભક્ત ન હોય ત્યાં પણ પૂર્વના પ્રભાવક એવું ઈચ્છતા કે ઓછામાં ઓછું એક શ્રી જિનમંદિર હોવું જોઈએ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org