________________
સાચું જૈનપણું શેમાં?
માનવજીવનની સફળતા શાથી?
પરમ ઉપકારી સૂત્રકારમહર્ષિ, દુર્લભ માનવજીવનની સફળતા માટે ફરમાવે છે કે – “શ્રી જિનેશ્વરદેવને શાસ્ત્રનું શ્રવણ કરવું, એને ઉપર શ્રદ્ધા કેળવવી અને પછી એ શ્રદ્ધાને અનુસરીને પિતાની શક્તિને સંયમસાધનામાં સદુપયોગ કરે.” જ્ઞાનીઓના આ ફરમાનને અમલ થશે તે જ આ જીવન સફળ થશે, નહિ તે જે રીતે દુનિયાનાં અન્ય પ્રાણીઓ જીવન વિતાવે છે અને આપણે પણ આજ સુધી વિતાવ્યું છે, તે જ રીતે આ જીવન પણ નિષ્ફળપણે વીતી જશે. પાછળથી પશ્ચાત્તાપ કરે કાંઈ વળશે નહિ. જ્ઞાની પુરુષના ફરમાન મુજબ આજ્ઞાનિક બની આ ત્રણ વસ્તુઓનું સેવન કરાય એ જ હિતાવહ છે, પણ આ જમાનામાં એમ થવું ઘણું દુષ્કર છે. કારણ કે હજી શાસ્ત્રના કહેનાર પ્રત્યે જે જોઈએ તે વિશ્વાસ જાગ્ય નથી. અનાદિકાળને અભ્યાસ જુદો છે અને આ શાસ્ત્ર કહે છે જુદું. એ જુદું કહેનારા પ્રત્યે જ્યાં સુધી વિશ્વાસ ન જાગે ત્યાં સુધી અમલ થે દુષ્કર છે. માટે આ શાસ્ત્રને કહેનારા તે કહેવાની ચેગ્યતા કઈ રીતે પામ્યા, તે આપણે વિચારીએ છીએ. શાસકાર ભગવંતોને ઓળખે.
વર્તમાન શાસ્ત્રોના કહેનારા, વર્તમાન શાસનના અધિપતિ ભગવાન શ્રી મહાવીરદેવ છે. એ કાંઈ પહેલેથી ભગવાન ન હતા. આરાધના કરી કરીને, જે જાતની ગ્યતા મેળવવી જોઈએ તે મેળવીને એ ભગવાન બન્યા. એમણે પિતે અનુભવેલ માર્ગ આપણુ માટે મૂક્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org