________________
સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ
[ ૨૩૩
ચારની માગણી ચાલુ છે; પણ જે ભાવનાઓ, કિયાએ શ્રી ધના શાલિભદ્રપણું આદિ થયું તે હજે એવું કદી માગ્યું ? શ્રી શાલિભદ્રની સદ્ધિ પહેલાં દાન અને પાછળ સંયમ અને સાધુતા છે. દાનનું ફળ જો લક્ષ્મીની લાલસા હોય તો એ દાન નહિ પણ સટ્ટો છે. કહોને કે હમણ દરેક ચીજને સટ્ટો ચાલે છે તે ધર્મને સટ્ટો પણ બાકી શું કામ રાખીએ? મહાનુભાવ! દાન એ તે ત્યાગની શરૂઆત છે. ત્યાગ તો બહુ ઊંચી વસ્તુ છે. આ દાન, થોડું શીલ, યત્કિંચિત તપ, એ બધું તમને મહાત્યાગી બનાવવા માટે છે. જે દાન તમને મહાત્યાગી અગર મહાત્યાગી થવાની ભાવનાવાળા ન બનાવી શકે તો એ દાન, ધર્મની કેટિમાં નથી. દ્રવ્યદાનથી સામાને સુખ થવાની ભજના; સુખ થાય પણ અને ન પણ થાય. ભાવદાનથી સામાને નિયમા સુખ જ થાય; કદી સુખ ન થાય તે પણ દુઃખ તે ન જ થાય. ભાવદાનથી મિશ્રિત દ્રવ્યદાન એ જ કીંમતી છે. મુનિને કઈ ભાવનાએ દાન દેવું, શ્રાવકની કઈ ભાવનાએ ભક્તિ કરવી, સમ્યગદષ્ટિની કઈ ભાવનાએ સેવા કરવી અને દીનહીનની કઈ ભાવનાએ અનુકંપા કરવી, આ બધા પ્રસંગે કઈ ઊર્મિઓ હોય, એ બધું જ વાસ્તવિક ધર્મના અથએ સમજવું જોઈશે. તમે સૌ એ સમજવા માટે પ્રયત્નશીલ બને એ જ એક શુભાભિલાષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org