________________
સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ
[ ૨૩૧ તરકડી કરતાં વહેલી બ્રાહ્મણી ભૂંડી :
ભાગ્યશાળી! જૈનશાસનને ઓળખો. તમને આજે આ ઓઘ અને આ આગને જોઈને દુર્ભાવ કેમ થાય છે? અમે નવરા અને તમે બધા કામગરા, એમ સમજે છે? તમે શ્રી વીતરાગદેવને અને શ્રી નિગ્રંથ ગુરુને ઓળખે. તમારા બાપને સ્થાને રહેલા એ બંને ઘરબાર વગરના છે અને તમારાં અઢારે પાપસ્થાનકને છોડવનારા છે. તમારા એકે પાપને પંપાળે તેવા નથી, એકે પાપની પ્રશંસા કરે તેવા નથી. આ પાટે બેસીને ભગવાનની આજ્ઞા વિરુદ્ધ પાપને પણ પંપાળે એના જેવું નરાધમ બીજે કોણ હોઈ શકે ? અર્થ-કામની વાસનામાં તમે ડૂબેલા તે છે જ, અને અહીં આવે ત્યાં અમે પણ એની જ વાત કહીએ, એ તે અગ્નિમાં ઘી હોમવાને ધંધે છે. તમે ગૃહસ્થ છે, અમુક ચીજ વગર ચાલતું ન હોય. એને માટે આડુંઅવળું કામ કરતા હે, તે યે તમારી ભાવના શું હોવી જોઈએ?
सम्मदोही जीवो, जइ वि हु पावं समायरे किंचि ।
अप्पोसि होई बंधो, जेण न निद्धंधसं कुणइ ।।।
સમ્યગદષ્ટિ આત્મા પાપ કરે તે થોડે બંધ, મિથ્યાદષ્ટિ પાપ કરે તે બહુ બંધ, કારણ? સમ્યદષ્ટિ પાપ કરે અને કદાચ સંગવિશાત્ નિર્બળતાના યેગે, આસક્તિના પ્રતાપે, અશક્તિના કારણે પાપ કરવું પડે તે કિચિંત્ જ કરે. પાશેર પાણીથી ચાલે તેમ હોય તે સવા પાશેર ન વાપરે. પણ આજે તે હવે નળ થઈ ગયા ત્યાં હિસાબ જ કેણુ રાખે? બાઈ સાહેબને ઉપાડીને લાવવું પડે, પસા આપી નોકર પાસે મંગાવવું પડે તે બધે ચે અંકુશ આવે. આજનાં સાધનો આત્માનું નિકંદન કાઢનાર છે. જે પાપની કિયા મંદ હતી તે હવે કેલેર, પ્લેગ અને મરકીની જેમ ફાટી નીકળ્યા છે. પેલી મરકીમાંથી તે લોકે બીજે ભાગે, પણ આ મરકીમાં તે રાચામાચીને રહે છે. વગર પ્રજને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયની હિંસા વધતી જાય છે અને હવે તે ત્રસકાયની હિંસા પણ વધવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org