________________
૨૩૦ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
તિજોરી ઉપર ફણીધર થયા છે. જૈનશાસનમાં લક્ષ્મીવાનની તથા દરિદ્રીની ભાવના કઈ હોય? જૈનશાસનમાં રહેલે શ્રીમંત એમ કહે કે લક્ષ્મી અનર્થકારી છે. કદાપિ લક્ષમી ચાલી જાય તે કહે કે પંચાત ઓછી. મમતા ને મેહ ઓછાં થશે. ઉદ્ધાર જલદી થશે. આજે તે લક્ષ્મીની લાલસાએ માણસોને અધમાધમ બનાવી દીધા છે. દરિદ્રીને સાધના અભાવે પૂરું મળી શકતું નથી તે શ્રીમંતે શ્રીમંતાઈને કારણે પૂરુ ખાઈ શક્તા નથી. બન્નેની હાલત કંગાલ જેવી છે. એકને મળતું નથી ને બીજાને ખાવાની ફુરસદ નથી. જનશાસન ઘરમાંથી ચાલવા માંડ્યું, તમે એને ઘરમાં સ્થાન ન આપ્યું તેનું આ પરિણામ છે.
આજને શ્રીમંત સુખે ખાઈ પણ નથી શકો. ભૂંગળું તે એના કાને જ હોય, દોડધામ એને લાગી પડી હેય. મોટરમાં ભાગાભાગ કરતે હોય એટલે એનું મોઢું જોવા ન મળે. એની મટરની ઝડપ એવી હોય કે ગફલતથી ચાલનારે ભટકાઈ મરે. પચાસ કદમ દૂરથી લેકે એનાથી ભાગે. આવી આજની શ્રીમંતાઈ છે. પૂર્વના શ્રીમાને પાલખીમાં નીકળતા, આજુબાજુ સંખ્યાબંધ યાચકે ઊભા રહેતા, શ્રીમંતે તેમને દાન આપતા અને ઉપરથી કહેતા કે તમારા વડે અમે. ત્ય, સર્વે સુખી થાઓ.” આજે ભાવનાઓ ફરી ગઈ છે. કહે છે કે “ગરીબને દાન કરનારા નિરુદ્યમને વધારનાર છે. આજે ભારતવર્ષમાં આવું કહેનારા અકલમંદ પાક્યા છે. જે દાનના ગે અપૂર્વ સુખ મળે, એ દાનની ભાવનાને મૂળમાં અગ્નિ મૂકનારાએ પેદા થયા છે, વધારે શું કહેવું? આવું બોલનારાઓને રાતી પાઈ છેડવી નથી એના આ બધા ચાળા છે. વાતાવરણમાં મલિનતા ફેલાવનારા ની કઈ ગતિ થશે, એ વિચારણીય છે. પુણ્યવાનની લક્ષ્મીને લેનારે પણ સદાચારી બને. પુણ્યવાનના અન્નપાણું લેનાર, પુણ્યવાનનું મેટું જેનાર પણ જે લાયકાત હોય તે પુણ્યવાન બને અને પાપી હોય તે પણ સુધરી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org