________________
૨૨૮]
જીવન-સાફલ્ય દર્શન-૧
હતી. એ ધીર હતા. શ્રી રાવણ વીર હતા પણ ધીર ન હતા. શ્રી વાલી પાસે વિદ્યાઓ બહુ હતી. રાવણ તલવાર ખેંચી દેડ્યો આવે છે એ શ્રી વાલી હસતા હસતા જોઈ રહ્યા છે. નજીક આવતાં ઝટ તલવાર પડાવી શ્રી રાવણને બગલમાં દબાવી, આકાશગામિની વિદ્યાના બળે આખા જબૂદ્વીપને ફરતી પ્રદક્ષિણા કરી પાછા ત્યાં આવી ઊભા રહ્યા. શ્રી રાવણ અધમૂઆ જેવા થઈ ગયા. શ્રી વાલી પિતાને પ્રાપ્ત થયેલી આકાશગામિની વિદ્યાનો શો ઉપગ કરતા ? હમેશાં જંબૂદ્વીપનાં સર્વ નાં દર્શન કરી આવતા. તમને એવી વિદ્યા મળે તે શું કરે?
હમણું મુંબઈનાં નાટક જોતા હો તો પછી અમેરિકાનાં જોઈ આવે, એમ ખરુંને? તમને ગાડી કે મોટર મળે તે રેજ પાટી જાએ પણ એનાથી જ અહીં આવવાનું કે મંદિરનાં દર્શન કરવાને લાભ ઉઠાવે એવું બને? શ્રી રાવણ સમજ્યા કે બળિયા સાથે બાથ ભીડવામાં ભૂલ ખાધી. શ્રી વાલી શ્રી રાવણને કહે છે કે
રાજન ! તને જે રાજ્યભ છે તે મને હોત તે તને ઊભા રહેવાની જગ્યા પણ ન મળત. પણ મારે હવે રાજ્યનું પ્રજન નથી. તું તારુએ રાજ્ય ભેગવ અને આ પણ જોઈએ તે લે.” અને શ્રી વાલીએ ત્યાં જ પ્રવજ્યા અંગીકાર કરી. સમ્યગદષ્ટિ આત્મા આમ યુદ્ધભૂમિને ધર્મભૂમિ બનાવે છે. પ્રતિજ્ઞાપાલન માટે જે પાઠ ભણાવે હતે તે ભણાવી દીધે પછી રાજ્યભેગોને લાત મારી, મુકુટને ફેંકી દઈ ત્યાં જ મુનિ બની ગયા.
સભા“રાવણ પ્રતિવાસુદેવ કરતાં પણ વાલીનું બળ વધારે ??
કોઈ કોઈ ચરમ શરીરીમાં વધુ બળ હોય. એવા દાખલા છેડા. શ્રી ભરત મહારાજા કરતાં જેમ શ્રી બાહુબળીજી વધારે બળવાન હતા. પણ એ, એ બળનો ઉપગ સામાના નાશમાં ન કરે. શ્રી તીર્થંકરદેવમાં અનંતબળ, એવું બળ બીજા કોઈમાં નહિ; ત્યારે એમનામાં ક્ષમા પણું લકત્તર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org