________________
૨૨૬ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
અનન
કરે છે.
પણ આ એઘાની જરૂર છે. પાખંડીઓ ખોટી રીતે પુજાય, મનાય, એની એમાં ઈર્ષ્યા નથી પણ એ પાખંડીઓના ગે હજારો આત્માઓ ઉન્માર્ગે ન જાય એની એમને ફીકર છે.
સ્ટીમરને કપ્તાન મૂખ હોય, સ્ટીમર ડુબાડે એવો હોય, એ વખતે કઈ કહે કે “આ સ્ટીમરમાં બેસવું નહીં, એને કપ્તાન મૂર્ખ છે,” તે એ કપ્તાન પર એને ઈર્ષ્યા નથી, પણ સેંકડો ઉતારુઓ ડૂબી ન જાય માટે એમ કહેવું પડે છે. અપેક્ષાને ઉપયોગ પણ જ્યાં નિર્વિવાદ સત્ય હોય ત્યાં થાય અને તે પણ હૃદયમાં અમલમાં કે આચારમાં તે નહિ. દ્રવ્ય અરિહંતને નમાય, પણ તે હૃદયથી. એની કદરૂપી પ્રતિમા; હથિયારવાની પ્રતિમા પાસે એ ભાવનાથી કે એ અપેક્ષાથી ન નમાય; અને એ મૂર્તિ પાસે નમે તે ભરત મહારાજાની જેમ પ્રગટ રીતે સ્પષ્ટ બેલી નમે.
શ્રી ઋષભદેવસ્વામીને ભરત મહારાજાએ પૂછયું, “ભગવન ! આ સભામાં કઈ ભાવિ તીર્થકરને જીવ છે?”
ભગવાને કહ્યું, “મરીચિ, આ ચોવીસીમાં છેલ્લા વીસમાં તીર્થકર થશે.”
આ સાંભળી ભરત મહારાજા મરિચીને વંદન કરવા ગયા. પણ ત્યાં જઈને સ્પષ્ટ બેલ્યા કે “હે મરીચિ ! હું તને વંદન નથી કરતે, તારા આ કુલિંગને વંદન નથી કરતે પરતુ, તું ભવિષ્યનો ચેવીસમે તીર્થકર છે, એમ શ્રી ઋષભદેવ ભગવાન કહે છે, માટે એ વિશિષ્ટ આત્માને કલ્પીને હું તને વંદન કરું છું.' શ્રી ભરત મહારાજાએ જો એમ ને એમ વંદન કર્યું હોત તે બધા અનભિજ્ઞ શ્રાવકે ત્યાં જઈને મૂકવા માંડત. તમે પણ જે કેઈ અન્ય એવી મૂર્તિને વંદન કરવા જાઓ તે હજારો માણસ વચ્ચે સ્પષ્ટ રીતે બોલીને વંદના કરશે કે હું તને, તારા આ દેદારને, રાગદ્વેષનાં ચિહ્નવાળી આ મૂર્તિને પગે નથી લાગતું. પણ મારા શાસ્ત્રમાં કહ્યું છે કે ભવિષ્યમાં તું તીર્થકર થવાને છું માટે પગે લાગું છું. પણ એવું બોલવાની તાકાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org