________________
૨૬ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
જુદી હેય, કારવાઈમાં ભલે ફરક હય, કારણ કે કારવાઈને આધાર તે કૌવત પર છે – પણ ભાવના, ઈચ્છા ને દૃષ્ટિ તે સમાન જ જોઈએ. આપણે જ્યારે બેયની ઈચ્છાને એક કરવી છે ત્યારે તમારે અમારી ઈચ્છા લેવી કે અમારે તમારી ઈચ્છા લેવી? કોને કોની ઈચ્છાને આધીન થઈને એક બનવું છે? દેરડીને વળ શી રીતે થાય? બે સૂતરના તંતુને ભેગા કરવા છે પણ બે છેડાને બે જણા સામસામી દિશા તરફ ખેંચે તે ભેગું ન થાય, મહેનત નકામી જાય ને તંતુ કશા કામ આવે નહિ. તમે અને અમે ભેગા ન થઈએ તે કામ થાય નહિ. તમારી અને અમારી દિશા એક કરવી છે એ તે ચક્કસ, પણ એક કરવી કઈ રીતિએ એ મોટો પ્રશ્ન રહ્યો. તમે એને ઉત્તર બરાબર સમજે. હૃદયમાં ઊતરે પછી હા કહે. તમારી અને અમારી દષ્ટિ સમાન થાય તે જ જૈનશાસનના સાચા ઉદયની ભાવના સિદ્ધ થાય. અમારી ઇચ્છા શી હેય એ નકકી કરજે. અમારી ભાવના ધર્મ પમાડવાની હેવી જોઈએ. ધર્મ પામ્યાથી આ બધું મૂકવું પડે, પૂરેપૂરું નહિ તે થોડું થોડું પણ મૂકવું પડે. અનાદિકાલથી વળગેલા પીગલિક સગાને મૂકીએ તે સાચો ધર્મ થાય. પૂરું મૂકીએ તે પૂરે ધર્મ અને અધૂરું મૂકીએ એ અધૂરે ધર્મ. મુકાય તે ધર્મ કે વળગાય તે ધર્મ? અમારે ધર્મ પમાડે હોય તે, આ બધાને છોડાવવા પ્રયત્ન કરવો જોઈએ અગર આ ખોટું છે એ ઠસાવવું જોઈએ એમાં શકે તે નથીને? સંસારને ખટે ન કહીએ તે અમે પણ ધમી નથી એમ તમને લાગે છે? કર્મબંધના હેતુઓને સમજે
આત્મા પોતાના સ્વરૂપથી અનંત શક્તિને સ્વામી છે, શુદ્ધ છે, પણ અનાદિ કાલથી લાગેલા કર્મસંગને લીધે અત્યારે અશુદ્ધ છે. કર્મનાં કારણે ક્યાં ? શાથી કર્મ આવે છે? આત્માને શાથી એ વળગે છે એ વિચારે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને વેગ એટલે મન, વચન, કાયાને વ્યાપાર; આ ચારે કર્મબંધના હેતુ છે. આ ચાર દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org