________________
આગમના પૂજારી બને!
[ ૨૧૫
દેવાદિ તરફથી ભયંકર પ્રસંગે ઉત્પન્ન થયા, એ બધી કસેટીમાંથી એ પસાર થયા, એ શ્રી કુમારપાલ મહારાજા જેના ચરણમાં શિર ઝૂકાવતા તે કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ગુરુ કેવા હતા એ જાણવું છે? અઢાર દેશના માલિક કુમારપાળ રાજાને એવી ભાવના થઈ કે જે સામગ્રી મળી જાય તે જગતનું દારિદ્રય ફેંકી નાખું. આ ભાવના તેમણે ગુરુમહારાજ સમક્ષ વ્યક્ત કરી. તે સાંભળી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે ગુરુજી પાસે સુવર્ણ સિદ્ધિ છે. શ્રી કુમારપાળે કહ્યું કે એ અપાવે તે હું પરમાર્થમાં વાપરું. મારી જાત માટે, મારા કુટુંબ માટે, મારા રાજપાટ માટે હું જરા પણ નહિ વાપરું. આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું કે ગુરુમહારાજને અહીં આવવાની વિનંતિ કરે. અહીં શાસ્ત્રકાર કહે છે કે શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ કુમારપાળના પ્રેમને આધીન થઈ “હાજી” ભણું. શ્રી કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિના ગુરુમહારાજને વિનંતિ કરી કે શ્રી હેમચંદ્રસૂરિજીની ઈચ્છા એવી છે કે આપ અહીં પધારે. ગુરુમહારાજે વિચાર્યું કે હેમચંદ્ર યાદ કરે છે તે જરૂર કાંઈ શાસનનું મોટું કાર્ય હશે. સૂરિપુંગવ શ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજા ધ્યાનમગ્ન રહેતા. શાસનસ્તંભ, શાસન સંરક્ષક શિષ્ય મળ્યા પછી ગુરુમહારાજાએ આત્મધ્યાનમાં જ મગ્ન રહેતા હતા. શ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજા આવ્યા. કુમારપાળ પ્રવેશ મહત્સવની તૈયારી કરે તે પહેલાં તે ઉપાશ્રયમાં પણ આવી ગયા. ગુરુમહારાજને શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી તથા કુમારપાલ, બેય જણાએ, પગમાં પડી વંદના કરી. પછી શ્રી હેમચંદ્રસૂરિજીએ ગુરુમહારાજને કુમારપાલની ભાવના જણાવીને કહ્યું કે આપ સુવર્ણસિદ્ધિ આપવાની ઉદારતા કરે. ગ્રંથકાર કહે છે કે આ સાંભળીને ગુરુમહારાજના હૃદયમાં જે પીડા થઈ તે અનિર્વચનીય છે.
ગુરુમહારાજે કુમારપાળની પીઠ ઉપર હાથ મૂકે. પીઠ થાબડી કહ્યું કે, રાજન્ ! તારી ભાવના ઉત્તમ છે, ઘણું ઊંચી છે પણ હાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org