________________
સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ
સમ્યગ્દષ્ટિ કે હેય ?
અનંતઉપકારી શાસ્ત્રકારપરમષિએ ફરમાવે છે કે સમ્યગ્દર્શનગુણને પામેલે આત્મા દુનિયાની સંપત્તિને આપત્તિરૂપ માને અને દુનિયાની આપત્તિને સંપત્તિરૂપ માને. આપત્તિના સમયમાં સમ્યગ્દષ્ટિ મજબૂત બનીને ઊભું રહે અને દુનિયાની સંપત્તિના સમયમાં હૈયાથી અલિપ્ત રહે.
કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગ પરમાત્માના વૈરાગ્યનાં વખાણ કરતાં જણાવ્યું છે કે “હે ભગવન ! આપને સુખના હેતમાં જેટલે વૈરાગ્ય હતું એટલે દુખના હેતુમાં ન હતે.” મહાનુભાવો ! યાદ રાખે, આ સુખ-દુઃખ પિદુગલિક સમજવાનાં. આત્મિક સુખને વૈરાગ્ય નહિ. માટે જ તેઓ કેવલજ્ઞાન પામ્યા. રાજ્ય, રિદ્ધિ, સિદ્ધિ, ધન-ધાન્ય, પરિવારાદિ પરિગ્રહ એ સુખના હેતુ, દુખના હેતુ એથી વિપરીત, બેમાં ભુડા કેણુ?
સમ્યગ્દષ્ટિ આત્મા તે વિચારે કે દુઃખના હેતુઓ તે, જે હું મક્કમ રહું તે, કર્મ ક્ષય કરાવનાર છે, પણ સુખના હેતુઓમાં કર્મક્ષય સાધવો કઠિન છે, ભયંકર છે. નિંદા સહન કરવી એ સહેલી છે. પ્રશંસા સહન કરવી કઠણ છે. ચાર ગાળ કઈ દે એ સહન કરવામાં કઠિનતા નથી પણ ચાર વાર કઈ મૂકે એની અસર ન થાય એ વિરલો તે કંઈક જ હેય. પામર છે માટે તે નિંદા સહન કરવી પણ કઠિન છે. એમાં એક વાત સમજવા જેવી છે. બેટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org