________________
૨૦૫.
આગમન પૂજારી બને !
ભિક્ષા ન મળવાથી, મેડું થવાથી, સાથે ચાલ્યા ગયે અને અમે વિખૂટા પડ્યા. અને માર્ગ ન મળવાથી ફરતાં ફરતાં અહીં આવી ચઢયા. શ્રી નયસાર કહે છે કે ધિક્કાર છે એ સાર્થવાહને કે જે આપ જેવા સાધુની પણ સંભાળ ન લેતાં, ચાલ્યા ગયા. પધારે, આહારપાણી ગ્રહણ કરી મને પાવન કરે. મુનિવરેએ આહારપાણ ગ્રહણ કરી આજ્ઞા મુજબ એનો ઉપયોગ કર્યો. ત્યાર બાદ નયસારે હાથ જોડી કહ્યું, “પધારે, આપને આપના રસ્તે ચઢાવવા હું આવું. કહોને કે એ તે નવરે હશે? એમ નહિ, પણ એને મનુષ્યપણના કર્તવ્યનું ભાન હતું અને એની આગળ કામધંધાની કિંમત ન હતી. નયસારને જોઈ એમને શું વિચાર થાય છે? મનુષ્યને જોઈને મુનિને શે વિચાર થાય? મુનિ એટલે પછવનિકાયના પાલક, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય તથા વનસ્પતિકાયને પણ ન હણે. ત્રસને હણવાના તે હાય જ શાના ? શ્રાવક જેમ પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને વન
સ્પતિકાયને હણે તેમ ત્રસને હણે? શ્રાવકને અમુક મર્યાદામાં ત્રસની હિંસાને નિષેધ છે, ત્યારે સાધુને તે છચે કાયની હિંસાને સર્વથા નિષેધ છે. અધ્યાપક–શિક્ષક જ્યારે જ્યારે વિદ્યાથીને જુએ ત્યારે–ત્યારે એને શું વિચાર આવે? આ વિદ્યાથીઓ રમતિયાળ, મોજીલા, શોખીલા થાય એમ, કે ભણવામાં હોંશિયાર થાય એમ ? એ જ રીતે ષટુજીવનિકાયના પાલક મુનિ જ્યારે જ્યારે ગૃહસ્થને જુએ ત્યારે ત્યારે મુનિને કઈ ભાવના જાગે? અને તેમાંયે યેગ્ય આત્માને જુએ ત્યારે એ ભાવના કઈ ગુણ જાગે ? દષ્ટિની સમાનતા :
મુનિની દૃષ્ટિ અને દુનિયાના ગૃહસ્થાની દૃષ્ટિ જુદી, જે દુનિયાના ગૃહસ્થામાં જનપણું આવી જાય તો બેય દષ્ટિ સમાન થઈ જાય, તમારા બધામાં જૈનપણું તે છે ને ? તે એ નકકી કે આપણું બેયની દૃષ્ટિ સમાન જ છે. જૈનપણું એટલે શ્રી જિનેશ્વરદેવનું અનુયાયીપણું. શ્રી જિનેશ્વર એટલે રાગદ્વેષાદિ દોષને જીતનાર તે જિન અને તેઓના અધિપતિ એ જિનેશ્વર. દુનિયાના ગૃહસ્થાની પ્રવૃત્તિ ભલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org