________________
આગમના પૂજારી બને !
[ ૨૦૭
આત્માને કર્મ વળગ્યા કરે છે. મિથ્યાત્વ કેને કહીએ? શુદ્ધ દેવમાં શુદ્ધદેવપણાની બુદ્ધિને અભાવ, શુદ્ધ ગુરુમાં શુદ્ધ ગુરુપણાની બુદ્ધિને અભાવ, શુદ્ધ ધર્મમાં શુદ્ધ ધર્મપણાની બુદ્ધિને અભાવ તેમ જ અશુદ્ધ દેવમાં શુદ્ધ દેવપણાની બુદ્ધિ, અશુદ્ધ ગુરુમાં શુદ્ધ ગુરુપણાની બુદ્ધિ અને અશુદ્ધ ધર્મમાં શુદ્ધ ધર્મપણની બુદ્ધિ, એ મિથ્યાત્વ કહેવાય છે, આ મિથ્યાત્વને ત્યાગ ન થાય ત્યાં સુધી આત્માને થતે કર્મને બંધ અટકે નહિ. અવિરતિ એટલે હિંસાદિ પાપોથી વિરામ ન પામે છે. એ અવિરતિના પ્રકાર બાર છે. શુદ્ધ ધર્મ સમજ્યા પછી પણ એને સ્વીકાર ન કરતાં અધર્મમાર્ગે પ્રવૃત્તિ કરવી તે પણ અવિરતિ જ છે. કષાય એટલે અવિરતિની પ્રવૃત્તિ માટે જે ક્રોધ, માન, માયા, લેભને આધીન થવું તે. ચોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ. શ્રી જિનેધદેવે કહેલા માર્ગથી ઊંધે માર્ગે જે તે પ્રવૃત્તિ થાય તે તે અશુભ વેગ કહેવાય અને શ્રી જિનેશ્વરદેવે કહેલા માર્ગે તે પ્રવૃત્તિ થાય તે તે શુભગ કહેવાય.
સભામાંથી પ્રશ્ન અને પ્રમાદ?
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ મન, વચન, કાયાની પ્રવૃત્તિ એ બધાએ પ્રમાદ. આજ્ઞાને અનુસરતી પ્રવૃત્તિ એ અપ્રમાદ. અવિહિત વસ્તુમાં પ્રવૃત્તિ એ પ્રમાદ, શ્રી જિનેશ્વરદેવે જે વસ્તુનું વિધાન પણ નથી કર્યું અને નિષેધ પણ નથી કર્યો એમાં પ્રવર્તે, એ પણ પ્રમાદ, મિથ્યાત્વ, અવિરતિ અને કષાયની આધીનતાથી થતા મન, વચન, કાયાનાં વ્યાપારને પણ પ્રમાદમાં જ સમાવેશ થાય છે. જ્ઞાનીએ નહિ વિહિત કરેલી વસ્તુ, સામાની લાયકાતના અભાવે નહિ નિષેધ કરેલી વસ્તુ, એનું પણ જે સેવન કરવું, એમાં લીન થવું એ પણ એક જાતિને પ્રમાદ છે. એના વેગે જેટલી પ્રવૃત્તિ એ બધી હિંસાની જનની, અને એ બધી પ્રવૃત્તિ કર્મબંધના હેતુમાં આવે છે. મુનિ અને શ્રાવક ભગવાનને શાસનનાં અંગ છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચારે શાસનના અંગોને પેદા કરનાર કેશુ? શ્રી જિનેશ્વરદેવ. શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org