________________
૧૯૪ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
ત્યાગને માટે કરવી પડે તે કરવાની આજ્ઞા પણ રાગ માટે એ તજાય તે બેટી; કારણ કે તે આત્માની વિટંબણ કરે છે. શ્રી રાવણને ત્યાગ એ ત્યાગ નહિ કહેવાય. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી રાવણનું વર્ણન કરતાં તેને ઊંચી હદે, મેટા ધ્યાનસ્થ ગીની કટિમાં મૂકી કહે છે કે શું એનાં ધ્યાન, ક્રિયા ને એકાગ્રતા? ત્રણે ભાઈઓ એક જ સ્થાને કલાકોના કલાકે, દિવસના દિવસે ને ત્રિઓની રાત્રિએ ધ્યાનમગ્ન અવસ્થામાં ઊભા રહ્યા. એને ચળાવવા જંબૂદ્વીપને અધિપતિ દેવતા પિતાના કિન્નર ગાદિ પરિવાર લઈને આવે છે. ભયંકરમાં ભયંકર ઉપસર્ગો કરે છે. ચલચિત્ત કરવાના ત્યાં સુધી પ્રયત્ન કરે છે કે શ્રી રાવણના માતાપિતા, કુટુંબ-પરિવાર યાવત્ એની પત્નીને ત્યાં લાવી કદર્થના કરવાને દેખાવ કરે છે. શ્રી રાવણનાં માતાપિતાનાં માથાં કાપવાના અવસરને દેખાવ કરે છે.
આવા અવસરે કાચાપોચા ન ટકે, પણ શ્રી રાવણ ન ચળ્યા. સાધનામાં એકતાન હતા. કઈ પણ ભેગે હજાર વિદ્યા સાધવી જોઈએ. એ વિદ્યા હોય તો અમે, નહિ તે અમે નહિ. આ ધ્યાન, આ તપ, આ એકાગ્રતા, જે મુક્તિ માટે જાયાં હોય તે કેવલજ્ઞાન પણ થાય, છતાં ધ્યેયની ભિન્નતાને કારણે એ બધું સંસારવર્ધક થયું, “શું ત્યાગ પણ નરકમાં લઈ જાય? ગમે તે દૃષ્ટિએ પણ ત્યાગ તે ખરેને ?” એમ ન કહેતા. જે ત્યાગ, સંયમ ને ધ્યાન મુક્તિ આપે તે જ ત્યાગ, સંયમ ને ધાન શ્રી રાવણને નરકે જતાં પણ રેકી ના શક્યાં. રાવણમાં આ વખતે શું નહતું ? ત્યાગ, સંયમ, ધ્યાન, તપ, એકાગ્રતા, બધું હતું પણ દયેય ખોટું હતું – સાધ્ય ઊંધું હતું. એ વિદ્યાની સાધના અને પ્રાપ્તિ, દુન્યવી ઠકુરાઈ માટે હાઈ નરકપ્રદા પણ બને એમાં આશ્ચર્ય શું? દુન્યવી ઠકુરાઈ માટે સેવાયેલા ત્યાગ અને તપ આત્મા માટે વિટંબણારૂપ છે. જરૂરી વસ્તુને અભ્યાસ પ્રથમથી કરેઃ
સંસારને માટે થતી ધર્મક્રિયાને શી ઉપમા આપવી? સંસારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org