________________
૧૯૨ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
માટે જાએ છે ? સામાયિક પાળતી વખતે પાળવુ પડે છે માટે પાળા છે કે ઇરાદાપૂર્વક ? સામાયિક લેતી વખતની અને પાળતી વખતની સ્થિતિ, મદિરમાં પેસતી વખતની ભાવના ને નીકળતી વખતની ભાવના, શરૂઆતના ને પછીના પરિણામ મેળવા, તપાસેા. આ બધું જોવું પડશે અને આત્માની પરીક્ષા કરવી પડશે. એમ કરશે ત્યારે ‘સમ્યગ્દન છે કે નહિ' એની સાચી પ્રતીતિ થશે.
ન
જે વાંચવાથી કે ભણવાથી વિરતિના કુવારા ઉડે એ સમ્યગજ્ઞાન : કોઈ એવી ધ ક્રિયા નથી કે જે કોઈ એને સમ્યભાવે સેવે તે મુક્તિપદને ન મેળવે. શ્રી જિનેશ્વરદેવને તિલક કરતાં કરતાં, સામાયિક કરતાં કરતાં, દાન દેતાં, શીલ પાળતાં, તપશ્ચર્યા કરતાં, ઉત્તમ ભાવનાએ ભાવતાં ભાવતાં, એમ જુદી જુદી ક્રિયાથી કંઈ આત્માએ કેવલજ્ઞાન પામ્યા છે. શ્રી વીતરાગદેવે પ્રરૂપેલા કયા યાગ એવા છે કે જેમાં લીન થવાથી અનંતા મુક્તિએ નથી ગયા ? જેને એક પણ યાગ રુચ્યે તેને બધા ચે રુચ્યાં. એકની સેવા સ્વીકારી એણે બધાએ યોગની સ્વીકારી. માક્ષના રાગ અને એના યાગે શીલ, તપ અને ભાવના સાચા પ્રેમ થયા વિના સાચું દાન થાય ? મુક્તિ આપનાર દાન-ધર્મ ના કરનાર આત્મામાં શીલ, તપ ને ભાવના પ્રેમના ચેગ હોય કે વિયેાગ ? શીલથી મુક્તિ સાધે તેમાં દાન, તપ ને ભાવના ચેાગ ખરા કે નહિ ? તપથી મુક્તિ મેળવે એમાં દાન, શીલ અને ભાવના ચેાગ હૈાય કે નહિ ? ભાવથી મુક્તિ મેળવે એમાં દાન, શીલ અને તપની ભાવનાના યોગ ખરો કે નહિ ? જો એમ પરસ્પર ચેાગ ન હેાય તે તે ન દાન, ન શીલ, ન તપ ને ન ભાવ. સમ્યક્ત્વ નહિ ત્યાં સુધી દેશવિરતિ, સવિરતિ, સાચુ દાન, સાચું શીલ અને સાચું તપ હાય નહિ. સમ્યક્ત્વ વિનાની કરણી છાર ઉપર લીંપણ જેવી. ધૂળ ઉપર લીંપણના હાથ ફેરવે ને આગળ જાય કે પેપડા ઉખડે. શ્રી જિનાગમે કોઈ પણ ક્રિયા સંસારમાં રહેવા, સંસારને વધારવા, ખીલવવા કે સંસારના રંગરાગ માટે વિહિત કરી નથી. મળી જાય એ વાત જુદી છે. દુનિયાદારીના પદાથૅ ધર્માંના પ્રભાવે મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org