________________
સમ્યકત્વને મહિમા
[૧૯૧
દુર્ગણોને, તથા અનાચારને અગ્ય ન માને એ ન નિભાવાય. એના ઉદ્ધારને ઉપાય નથી. ઘેર હિંસક પણ મુક્તિમાં ગયા છે, જેનાં નામ પણ દેવાયેગ્યા ન હતા તે તરી ગયા છે, તે પાપમાં ને પાપમાં ચંટી રહેવાથી કે એમાંથી છૂટવાથી? એ પાપાત્માઓ તે કેવળ પોતે અજ્ઞાનતાને પ્રતાપે પાપ કરતા હતા કારણ કે કોઈએ એ આત્માઓને “આ પાપ છે અને કરવા જેવાં નથી” એમ સમજાવ્યું ન હતું. પણ
જ્યારે સમજ્યા કે તરત પાપથી છૂટી ગયા પણ જે આત્માઓ પાપને પાપ માને નહિ અને પાપને પણ પુણ્યનું ઉપનામ આપે એને શી રીતિએ છૂટકે થાય? અધમ, પાપી, અનાચારી, ઊંધે માર્ગે જનારે પણ એને એ સારું ન માને ત્યાં સુધી એના ઉદ્ધારને ઉપાય છે પણ જે ખરાબને પણ સારું માને તેની આગળ તે સાચે ઉપદેશ પણ નકામે બને છે. સમ્યગદર્શનની પ્રતીતિ શું ?
સમ્યગદષ્ટિ આત્માનું સ્વરૂપ જણાવતાં આચાર્યભગવાન શ્રી હરિ. ભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે, “સમ્પર્સનપૂતાભા, રમતે ન મોધી સભ્યદર્શનથી પવિત્ર થયેલે આત્મા સંસારસાગરમાં ન રમે.” સમ્યકત્વની એ જ પ્રતીતિ છે. ન રમે એટલે ન વસે એમ નહિ. બધા સમ્યગ્દષ્ટિ સંસારમાંથી નીકળી જાય એ ન બને. વસવું પડે તે વસે પણ રમે નહિ. તમે રહે છે કે રમે છે? એ જરા આત્માને પૂછે. “રહેવું ને રમવું” એ બે વચ્ચેનું અંતર બરાબર સમજી જાઓ. એનું બરાબર નિદાન કરી લે તે લગભગ આખે યા સંસાર જીત્યા. સંસારમાં નહિ રમનારની સંસાર પ્રત્યેની પ્રવૃત્તિ કઈ જાતિની હેય? રમે નહિ તે રહે શું કામ? આમ પૂછનારા આત્માઓ ભારે અજ્ઞાન છે કારણ કે કર્મના ગે રહેવું પડે પણ અંતરથી રમતા ન હોય; એટલું જ નહિ, પણ ક્યારે છુટાય એ ભાવનામાં જ રમતા હેય. હવે તમે કહે કે તમારે રહેવું પડે છે માટે રહે છે કે રમવા રહે છે? અહીંથી ઘેર જવું પડે છે માટે જાઓ છે કે જવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org