________________
ધર્મક્રિયાઓ શા માટે ?
[ ૧૨૧
વાસના વગરનું હતું. માત્ર માતા સમ્યગદષ્ટિ હતી : આર્ય રક્ષિત ચૌદ વિદ્યાના પારંગત થઈ પિતાના નગરે આવ્યા ત્યારે આખા નગરને આનંદ થયે. આખું નગર સામે લેવા ગયું. રાજા પોતે પણ પટ્ટહસ્તીચામર વિગેરે લઈ સામે ગયે. રાજાએ પોતાના પટ્ટહસ્તી પર બેસાડી એમના ઉપર છત્ર ધર્યું. જે માને દીકરે ચૌદ વિદ્યાનો પારગામી થઈ બારે વરસે ઘેર આવે, નગરથી, રાજાથી આટલું સન્માન પામે, એ માને કેટલો હર્ષ થાય? ગાંડીઘેલી થઈ જાય. કંઈ કમીના રહે? પણ અહીં શ્રી આર્યરક્ષિતની માતાની શી ભાવના હતી, એ જાણે છે? આ સમ્યદષ્ટિ માતાની વાત છે, મિયાદષ્ટિ માતાની વાત નથી. ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાથી વિરુદ્ધ નહિ ચાલનાર માતાની વાત છે. શ્રી મહાવીરદેવની આજ્ઞા વિરુદ્ધ જતી વાતને આગ્રહ કરનાર સાધુ તે સાધુપણાને લાયક નથી, સાધી તે સાધ્વીપણાને લાયક નથી, શ્રાવક તે શ્રાવકપણાને લાયક નથી અને શ્રાવિકા તે શ્રાવિકા પણાને લાયક નથી. અમને પણ ભગવાનના માર્ગથી ઊલટ કહેવાને આગ્રહ હોય તો અમે પણ આ સ્થાનને લાયક નથી. ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાને માને એ પૂજ્ય, સેવ્ય, માથાને મુક, પણ જે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાથી વિરુદ્ધ ચાલવાને જ આગ્રહ કરતા હોય તે માથાના મુકુટસમાં હોય તો પણ કહી દેવું ઘટે કે આપની સાથે અમારે મળ હવે નહિ રહે. માનપાનથી દીકરાને નગરમાં પ્રવેશ કરતે જોઈ શ્રી આર્ય રક્ષિતની માતા વિચારે છે કે મારે દીક પંડિત થઈ આવે છે. ચૌદ વિદ્યા ભણીને આવે છે. પણ કઈ વિદ્યા? ઉદરપષિક. એની સાથે આ માન, બહુમાન, સન્માન, એનાથી મારે છેકરે કેટલા મદવાળે થાય? આ બધાના ચગવાળી વિદ્યામાં એ લીન થઈ જાય તે માટે દીકરે મરીને જાય ક્યાં ? મારે દીકરે દુર્ગતિમાં જાય તે મારી કૂખ લાજે કે શોભે? દીકરે ભવ્ય, રૂડે, રૂપાળ, રાજા જે જેને નમસ્કાર કરે, છતાં સમ્યગૃષ્ટિ માતા ચિંતામાં પડી ગઈ કે “હું પણ આ બધાની સાથે એની સામે જાઉં તે મારા દીકરાનો ઉદ્ધાર કોણ કરે? એ મદમાં આવે તો એ મેળવેલી વિદ્યાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org