________________
आणा धम्मो
[ ૧૬૩
કરે, ન જુએ ન્યાય કે અન્યાય, ન જુએ ધમ કે અધમ, એ ધર્માંની પ્રભાવના કરશે ?
શ્રી વસ્તુપાલ-તેજપાલે રાજાને એમ કહ્યુ' હોત કે પહેલાં આપ અને પછી દેવ, ગુરુ ને ધમ, તે સાચી પ્રભાવના કરી શકત ? સમ્યષ્ટિ આત્માને દેવ, ગુરુ, ધર્મ પહેલા કે દુનિયાની કારવાઈ પહેલી ? આ સાંભળી રાજા વીરધવલ ખુશ થઈ ગયા. એના આત્માએ સાક્ષી પૂરી કે સેવકા તે આવા મળજો. જે એના દેવ, ગુરુ, ધર્માંને વફાદાર છે તે કદી મને બેવફા નહિ નીવડે. જે એના દેવ, ગુરુ, ધર્મોને વફાદાર નથી તે મારું સત્યાનાશ કયારે વાળશે તે કહી શકાય નહિ. કહોને કે જે દેવ, ગુરુની અવગણના કરે, ધને ઠોકરે મારે, એ માલિકની સેવા કરશે કે અવસર આવે તેની તિજોરીમાં પણ કાણુ પાડશે ? જે જન થઈને દેવ, ગુરુ, ધ, આગમ, આ બધાને ભૂલી જાય, અરે! મશ્કરી કરે, અવગણના કરે, એ દુનિયામાં પણ કામને નથી. દુનિયાના નીતિમાન તા કહે કે એવા માણસ ન જોઇએ. એ તા અને સુ'ઘરે પણ નહિ.
દુનિયાની આ બધી ગરીબી અને આ ભિખારીપણાનું કારણુ શું? આ જ કારણ છે. શુભેદય ઘટે છે અશુભેદય વધે છે. સારામાં સારા આદમીને સમય પણ પલટાય છે. કારે ભીખ માગશે તે કહેવાય નહિ. કારણ કે અન્યાય, અનીતિ, જૂઠ, પ્રપંચ, આદિ વધ્યાં. વિષયવાસના એવી વધી છે કે વાતવાતમાં ધર્માંને લાકો લાત મારે છે, અને કહે છે કે ‘ સાધુ તે નવરા છે, મંદિરમાં શુ દાયુ છે? આગમમાં શું ભર્યુ છે ? ' લગભગ મધે, આ વાસના દેખાય છે. પણુ આ જ વાસના જિંદગી સુધી જવા નહિ દે. કદાચ પુછ્યાયે આ જિંદ ગીમાં નવાજૂની નહિ થાય તે આવતી જિંદગી તેા ભયંકર છે. માટે બેહાશ ન અનેા, તદ્દન દીવાના બની ન ઘૂમા. જીવનદોરી કપાતી ચાલે છે, એને ધ્યાનમાં લ્યા. તારકની અવગણના ન કરે. આત્મા, પુણ્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org