________________
आणाए धम्मो
[ ૧૬૫
રાત્રે ખાનારે જન માને કે ન ખવાય, એને સાથી કહે કે કેમ ખાય છે? તે કહે કે “લાચાર છું, મારે ચાલતું નથી, તે જૈનપણું ટકે. આજના તે કહે કે “એમાં પાપ શું ? વાંધે શો ?” એ કંઈ ચાલે ? જમાનાવાદીઓ કહે છે કે “આજના વેપાર-ધંધા એવા છે, શું કરીએ. સાંજના છ વાગે ગ્રાહક આવે, તેને જવા દેવાય? નહિ જ. હવે એ કામમાં રોકાયેલા અમને દિવસના ટાઈમ મળતું નથી અને રાતના પણ ન ખાઈએ તે માંદા પડીએ. તો આવા સમયમાં રાત્રે ખાવામાં કંઈ વાંધે ?
જે જમાનામાં સત્ય વ્યવહાર ચાલતું હતું તે વખતે સત્ય બેલવું એ ઠીક, પણ આજે? જૂઠા વગર ચાલે નહિ એવા જમાનામાં જૂઠામાં વાંધો હોય ? જમાના મુજબ ચાલવામાં વાંધા શા ? જે કાળમાં જન્મીએ તે કાળને અનુરૂપ કિયામાં વાંધે છે? આ પ્રમાણે કહેનારા જમાનાવાદીઓને આપણે પૂછીએ કે જે દેશમાં, જે કાળમાં જે ચીજ વિના ન ચાલે, જે ચીજ ઘણું કરતા હોય તે કરીએ તે વાંધો નહિ, એમને? હિંદુસ્તાનમાં માંસ ખવાય તે વાં. વિલાયતમાં માંસ ખવાય એમાં પાપ શું? એટલે જેને માંસ ખાવામાં પાપ ન માનવું હોય એને સીધા વિલાયત જવું, એમને ? દેશકાલનો અર્થ એ કે બીજે? અનાર્યદેશમાં જન્મે એને માંસમદીરામાં દોષ નહિ, કારણ કે બધા ખાય, બધા પીએ, પછી દેષ કે? અનાર્ય દેશમાં હિંસા, ચોરી, લુચ્ચાઈ નફટાઈ કરે તે વધે નહિ, એ જાતને, એ દેશને એ સ્વભાવ છે. એ બધું ત્યાં રૂઢ છે, સંગ જ એવા છે ત્યાં વધે છે, એમને? આ વાતમાં જો તેઓ હા કહેતા હોય તો એનો અર્થ તે એ જ થાય કે “આર્ય થવામાં પાપ, જેન થવામાં મહાપાપ, શ્રાવક થવામાં એથીયે મહાપાપ અને સાધુ થવામાં સૌથી મહાપાપ.' અમને વનસ્પતિને સંઘઠ્ઠાથી પાપ થાય ને તમે વનસ્પતિને અડે, કાપો, ખૂદ, બાળ, શેકીને ખાઈ જાઓ, તેયે પાપ નહિ, એમને?
અમને સંયમીને અડવાની ના અને તમે આ બધું કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org