________________
आणाए धम्मो
[ ૧૭૧
બનાવી પૂરેપૂરા પાંચસે માર્યા. પાપાત્માઓની દશા જ એવી હોય છે. અગ્ય આત્મા પાસે દેખાડેલે ચમત્કાર પણ ભંડે. ચંડાલ અને જાતિસ્મરણ!
એક અવધિજ્ઞાની મુનિ અટવીમાં કાર્યોત્સર્ગમાં રહ્યા હતા. તે અટવીમાં એક બીચારો ચંડાળ નિમાં ઉત્પન્ન થયેલે, કોઢથી દુઃખિત, લાકડાની ભારી ઉપાડેલ અને પસીનાથી નીતરતો માણસ હતો. મુનિએ કરૂણાભાવથી જ્ઞાનમાં એના પૂર્વભવે જોયા. મુનિને એમ થયું કે એને એને પૂર્વભવે કહું તે ધર્મમાં જોડાય. એથી મુનિએ એને એક ગાથા કહી, જે સાંભળી એને જાતિસ્મરણ-જ્ઞાન થયું અને એણે પૂર્વભવે દેખ્યા.
આ બધાને પરિણામે એને વિચાર એ થયું કે આ મુંડિયાએ ઇંદ્રજાળથી મને મૂંઝવવા પ્રયત્ન કર્યો છે. ઉલટો લાકડાની ભારી લઈ મુનિને મારવા દે. તે પામર આત્માએ જાતિ મરણ-જ્ઞાનને પણ આ ઉપગ કર્યો. હું તે એમ કહું છું કે જે ચમત્કાર એ મહાપુરુષ પાસે હતા તે એમની સાથે ગયા તેમાં જ અમારું ને તમારું બેયનું કલ્યાણ છે. જે આજે એ હોત તો કેટલાક સાધુ ઓઘો ન સાચવત અને શ્રાવક ચલે ન સાચવત જરા લાયકાત તે તપાસે. આજે થોડુંક માનપાન, થેડી શી સાહ્યબી, આટલા મગરૂર બનાવે છે. તે જે એ શક્તિ મળી હોત તે ધોળે દહાડે લૂંટ પાડત. જ્ઞાન પણ શાસ્ત્રકારે ગ્યને આપવા કહ્યું છે. ભગવાન શ્રી સ્થૂલિભદ્રજી
ભગવાન શ્રી સ્થૂલિભદ્રસ્વામી દશપૂવી બન્યા. એક વખત ઉદ્યાનમાં ધ્યાનમાં બેઠા છે. એમની સાતે બહેને સાધ્વી થઈ છે તે વાંદવા આવી. ગુરુને પૂછે છે કે શ્રી સ્થૂલિભદ્રસ્વામી ક્યાં છે? ગુરુ સ્થાન બતાવે છે. બહેને તે તરફ આવે છે. દૂરથી બહેનોને આવતી જોઈ શ્રી સ્થૂલિભદ્રજીને એમ થયું કે મારી શક્તિ બહેનને બતાવું. તરત પિતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org