________________
૧૮૮ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ લેવા જાય છે, માટે મારે એને એક સાધન તરીકે ચેતવ જોઈએ.” એમ નક્કી કરી તમારા કાનમાં આવીને એમ કહે કે
તું છતાઈ ગયે છે, ભય વધતું જાય છે, માટે હણ નહિ, પણ નહિ” તે તમે મંગલ માને કે અપમંગલ? ભાગ્યશાળીઓ ખૂબ વિચારશે અને સાધમભક્તિના મર્મને સમજશે અને એ રીતે સમજીને સાધમભક્તિ શાસ્ત્રાજ્ઞા મુજબ કરશે તે સ્વપરના સાચા ઉદ્ધારક બની શકશે. આથી બરાબર શાસ્ત્રાજ્ઞા મુજબની સાધમી ભક્તિ સમજે અને શ્રી પરમાત્માની ભક્તિ, શ્રી પરમાત્માની આજ્ઞા મુજબ જીવતા સદ્દગુરુઓની ભક્તિ અને શ્રી પરમાત્માના ધર્મની આરાધના માટે જ જીવતા સુશ્રાવકની ભક્તિ કરી શ્રી પરમાત્માના શાસનની સુંદરમાં સુંદર આરાધના કરી વહેલામાં વહેલા શ્રીસિદ્ધિપદના ભક્તા બને એ જ એક શુભાભિલાષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org