________________
સાધમિ કભક્તિના મને સમજો
{ ૧૭૫
..
શુ ? જેના જીવનમાં જરાયે પશ્ચાત્તાપ કે હૃદયના કંપ વિના વિષયની વાસનાએ જાગતી હોય, કષાયાગ્નિ સળગ્યા કરતા હોય, ગુણ-અવગુણુની દરકાર ન હોય, ગુણુ કે ગુણાભાસની પરીક્ષા ન હોય અને વિષય-વિરાગાદિસ્વરૂપ સુદર દશાને જન્માવનારી ક્રિયાની વાતથી ભાગવા માંડે, એ જૈન કહેવાય ? આજે સંસારથી ખચાવી મોક્ષ તરફે પ્રયાણ કરવાની ક્રિયા ઉપર, ક્રિયાની વાતા ઉપર બહુ અરુચિ થઈ છે. આજના કેટલાક લેાકે વાતવાતમાં એમ લે છે કે વગર ક્રિયાએ પણ જ્ઞાનમાત્રથી સિદ્ધિ થાય છે' તેા એવાઓને પૂછે કે અનન્તઉપકારી એવા અનંતજ્ઞાનીઓએ ક્રિયા કરી શુ કરવા ? શ્રી જિનેશ્વર દેવની પૂજા કરી તે ચે શુ ને ન કરી તેા ચે શુ, વ્યાખ્યાન સાંભળ્યુ તા ચે શું ને ન સાંભળ્યુ તાયે શુ, સામાયિક કર્યુ તે ચે શુને ન કર્યુ તે ચે શું.' આ પ્રમાણે તેએ કયા હૃદયથી ખોલી શકે છે ? જે જ્ઞાનથી એ સિદ્ધિ માને છે તે જ્ઞાન પણ ક્રિયા કરતાં કરતાં થાય છે કે વગર ક્રિયાએ થાય ? જે ક્રિયા ઉપર રાગ કરવા છે તે ક્રિયા કરતે કરતે થવાના કે વગર કરતે ? કોઈ પણ વસ્તુ એના સ્થાનમાં ગયા વિના, એના પરિચય કર્યા વિના, એના ઉપર રસ જાગ્યા વિના સિદ્ધિ આપતી નથી. જેમ કે એક નાના બાળકને સ્લેટ-પેન હાથમાં આપી શરૂઆતમાં એકડો ઘૂંટાવવા કેટલે મુશ્કેલ છે? એ તા માને છે કે માટે પથ્થર પડયો. અને તે ભારે ખેજો લાગે. શિક્ષક ભણવાનુ કહે તે ગુસ્સો કરે. માબાપ ઝેર જેવાં લાગે. તા પણ એને કાય માં જોડીને, અભ્યાસ કરાવી કરાવીને એવે મનાવવામાં આવે છે કે પછી તે એના માબાપ કહે કે ખાઈ ને જજે, ખાધા વિના ન જવાય, તે બાળક કહે કે સ્કૂલના ટાઈમ થઈ ગયા છે. બાળક ખાધા વિના પણ સ્કૂલમાં જાય છે. જો પહેલેથી જ એ બાળકને એમ કહ્યું હોત કે ' કંઈ નહિ, તારા આત્મા માને ત્યારે જજે.' તે એ બાળક જાત ? અને એથી જ તમે ગમે તે પ્રકારે પણ નિશાળે જવાના રસ લેતે બનાવે છે. અહીં ધર્મોમાં જ કહે છે કે રુચિ વિના શુ થાય ? આમ કહેા અર્થ શું? · શ્રી જિનેશ્વરદેવની
અને
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org