________________
૧૭૮ ]
જીવન-સાફલ્ય દર્શન–૧
ધની ખાનાખરાબી કરનાર, ભયંકર ફપડ્યો છે. જેને અર્થ અને કામ, એ બેની અભિરુચિ જે અહીં આવીને વધે, એ બેના ઇરાદે અહીં અવાય, અહીં એ બેને અનુકૂળ વાત ન મળે તે નારાજી થાય, એ બેને છોડવાની વાતેથી ગભરામણ થાય, તે તે ધર્મને સાંભળે શી રીતિએ? ત્યાગીને ધર્મ ત્યાગની એચ વિના સંભળાય નહિ અને સમજાય પણ નહિ. ત્યાગની નાબત અને જૈનશાસનની પ્રભાવના !
જ્યાં રાગની નોબત વાગતી હોય, ત્યાં ત્યાગની પીપુડીના હિસાબ શા? ત્યાગ એ સુષા થંટ છે. એ સુષાના અવાજ વિના જૈનત્વ કદી પણ ખીલવાનું નથી. જે કઈ આત્મા એ અવાજને ગુંગળાવી નાખવા માગતો હોય, તો એ જેને નથી, શાસનાહિતી નથી. એ
અવાજ ચોમેર ફેલાય, ઘૂમતો થાય, એક એક આત્મા એમાં ઓતપ્રિત બની જાય, તેમાં જ જૈનશાસનની સાચી પ્રભાવના છે. જ્યાં ઉપાદેયભાવે રંગરાગ દેખાય ત્યાં કહેજે કે ધર્મ નથી. અર્થકામની વાસનાએ આજે ધર્મને કદરૂપ બનાવ્યું છે. એ ધર્મનો મહિમા, એ વાસનાના જ ગે બરાબર બહાર આવી શકતું નથી. શ્રી આચારાંગ આદિ સૂત્ર અને યાવત્ નાનામાં નાની ધર્મકથા એ સાંભળવી શા માટે ? કહે કે “અમારો આત્મા અર્થકામની લાલસામાં જે ફર્યો છે તે છૂટી જાય તે માટે, અને શ્રી આચારાંગાદિ સૂત્રો કે એક નાનામાં નાની ધર્મકથા પણ સાંભળવાથી અનાદિકાલની પાપવાસનાઓ ઘટે, વિષયલાલસાએ તૂટે, અને અસાર એવા આ સંસારને પ્રેમ સર્વથા ઘટી જાય” એ જ સાંભળવાનું સાચું ફળ છે.
પ્રસંગને અનુસરતું ઉદાહરણ ધર્મ છોડે કે ઘર છોડે!
એક સુંદર સાંભળેલી વાત સંભળાવું. એક ધર્માચાર્યની દેશનાથી એક શ્રીમંત પ્રતિબંધ પામે. પ્રભુના માર્ગને અનુયાયી બને. કર્તવ્ય સમજી શ્રી જિનમંદિર નવું બનાવ્યું. એમાં શ્રી તીર્થકર દેવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org