________________
૧૮૦ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
અખંડપણે કરે છે, બપોરે બે ત્રણ કલાક ખભે કેથ લઈ આજીવિકા માટે પ્રયત્ન કરે છે, ને તેમાંથી જે કાંઈ મળે છે તેમાં આનંદપૂર્વક નિર્વાહ કરે છે.
એક દિવસે પર્વ તિથિએ પૂજન કરવા પ્રભુના મંદિરે આવી રહ્યો છે. બહાર દ્વાર પર અલંકારાદિકથી સજેલી એક માલણ કે જે પુષ્પ અને પુષ્પના હારને લઈ ઊભી છે તે કહે છે કે “શેઠ, આ હાર સુંદરમાં સુંદર પુષ્પોથી બનેલું છે, જેને છે, લઈ જાઓ અને પ્રભુને ચઢાવે.” એ અરસામાં, આ શેઠ જે ધર્માચાર્યથી પ્રતિબધ પામેલા છે અને જેમની પાસે નિયમ લીધે છે, તે ધર્માચાર્ય ત્યાં આવી પહોંચ્યા છે અને આ બધું જુએ છે. શેઠે કહ્યું કે “હાલ મારી પાસે એટલા પૈસા નથી કે હું હાર લઈ શકું, તેથી આજે નહિ લઉં.” માલણે કહ્યું કે
આ બધું આપનું છે. અંગ પરની આ શોભા, આ અલંકાર આપ પુણ્યશાળીના પ્રતાપે છે. પૈસા લઈ હાર આપવા આવી નથી. હાર લઈ જાઓ અને ભક્તિ કરો.” વિચારે કે આ શેઠ પૂર્વે કેટલે ઉદાર હશે ?
શક્તિસંપન્ન આત્મા ભક્તિ કરવા જાય ત્યારે ભક્તિના સાધનની કિંમત કરે નહિ. અત્યારે તે બે આના અને દોઢ આનાની પંચાત ચાલે. એ ભક્તિની ખામી છે. ઉત્તમ જાતિની ઉદારતા જોઈ એ. મૂછને અભાવ જોઈએ. ત્યાં ભાવની વાત જ ન હોય. માલણના ઉદ્ગારે અને ભાવના ઉપરથી શે કે આ શ્રેષ્ઠી કેવા ઉદાર હશે ? શ્રી જિનેશ્વરદેવના મંદિરની બાંધણીમાં મજૂરી કરનારે જિંદગી સુધી એ મજૂરી મળે એવું ઈછે. એ ક્યારે એવું ઈછે? વહીવટદારનું એના પ્રત્યે કઈ જાતિનું વલણ હોય? આ બધું વાતાવરણ વિશુદ્ધ ક્યારે બને? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અમલ થાય ત્યારે.
શેઠ ઘેર ગયા ને થોડા દિવસનું જે કાંઈ બન્યું હતું, તે લઈ આવી માલણને આપ્યું અને હાર લીધે. ભલે સ્થિતિ ગઈ પણ ભાવના કંઈ ઓછી જ ગઈ છે? પેલા ધર્માચાર્ય વિચારે છે કે “આ તે શેઠ જેણે આ શ્રી જિનમંદિર બંધાવ્યું છે, એમાં જેણે લક્ષમીને વ્યય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org