________________
સાધર્મિક ભક્તિના મર્મને સમજે
[ ૧૮૫
તે અજ્ઞાનીઓને આ ફીકર બહુ થાય છે. પણ તમને ખબર નથી કે સઘળાય અરિહંતપણાને પામનારા પુણ્યાત્માઓની તે એ ભાવના હતી કે સવજીવ કરું શાસનરસી.” એટલે કે બધા જ શાસનરસીયા બની મુક્તિએ જાય. જો કે એ બન્યું નથી અને બનવાનું નથી. શ્રી તીર્થંકરદેવના સમવસરણમાં અનેક આત્માઓએ ત્યાગના ધોધને વર્ષાવતી દેશનાને સાંભળતાં છતાં સર્વ ત્યાગી તે પ્રમાણમાં છેડા જ થયા છે, છતાં ય બધા બને તે એના જે સુખને દહાડે એક પણ નહિ. બધા સુખી થાય એમાં વાંધો શું ? તમે બધા અમને જેટલા દેવા રહ્યા છે? અમારા ભલા માટે ઘર માંડીને રહ્યા છે ? જો એમ હોય તે હું કહું છું કે અમારા માટે ન રહેશે. શ્રી વીતરાગપરમાત્માના સાધુઓ જેટલાને ભીખારી નથી. રોટલાના ભીખારી હોય તે સાધુ નથી. સાધુ ધર્મલાભ સિયાય બીજો આશીર્વાદ આપે નહિ. કેઈ આહારાદિ આપે તે પ્રસન્નતા નહિ, ન આપે તે નારાજી નહિ. ધક્કો મારીને બહાર કાઢે તે એ ધર્મલાભ બોલે અને એ જ વિચારથી ગોચરીએ નીકળે કે મળશે તે સંયમપુષ્ટિ, નહિ મળે તે તપવૃદ્ધિ. ભગવાન શ્રી મહાવીરદેવના સાધુ દયાને પાત્ર નથી. જો તમે સાધુઓને દયાપાત્ર માનતા હો તે તમે સાધુઓને ઓળખી જ નથી શક્તા એમ હું કહું છું. વારુ, તમે જે આહારાદિ આપે છે તે તમારા ભલા માટે કે સાધુઓને ભલા માટે? તે આપવામાં જે તમને તમારે નિસ્તા૨ ન દેખાતું હોય, તે ન આપશે. તમને તેઓ તારક લાગે, સારી દુનિયામાં સાચી અહિં. સાના પ્રચારક દેખાય, વિષય-કષાયને ખસેડી ત્યાગમાર્ગમાં લીન દેખાય, ઉપકારી જણાય તે આપ અને હાથ જોડીને કહો કે “કૃપાનાથ! પધારે. આ લે અને અમને આપ.” શું ? સેનૈયા? દાન દેતાં કઈ ભાવના, કઈ ઊમિ હોવી જોઈએ? “ સાધુ વ શ્રાવિકા થૈ વેશ્યા મેં ભાંડ ની વાત જાણે છે? એક મુનિ ભિક્ષા અર્થે નીકળ્યા છે. એક સામાન્ય સ્થિતિની શ્રાવિકા, વૃદ્ધ ઉમ્મરની, ભક્તિપૂર્વક તેમને પોતાને ત્યાં લઈ જઈ પિતાની સ્થિતિ અનુસાર જે કાંઈ હતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org