________________
૧૬૮ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
ક્યાંય સુલસા છે? પણ હોય શેની? સુલસા ન જ આવી. ભગવાન શ્રી મહાવીરદેવ આને ધર્મલાભ કેમ ન કહેવરાવે?
તરત અંબડ પરિવ્રાજક શ્રાવક તરીકે સુલસાને ત્યાં ગયે, અને દૂરથી અંબડને શ્રાવક તરીકે ઓળખી, આવતો જોઈ સામે ગઈ, હાથ જેડી સન્માન કર્યું. “પધાર, પાવન કરે” એમ કહ્યું. અખંડે કહ્યું,
સુલસા, માફી માંગુ છું. મેં તમારી પરીક્ષા કરવા આ બધું કર્યું હતું માટે મને માફ કરો. ભગવાન શ્રી મહાવીરદેવે તમને ધર્મલાભ કહેવરાવ્યા છે.”
આવા અસ્થિમજતા બનેલા સમ્યફાલના ગે ભગવાન શ્રી મહાવીર દેવે પણ ધર્મલાભ કહેવરાવે. સર્વજ્ઞના દીકરાને ચમત્કારમાં આશ્ચર્ય ન હોય. ચમત્કારને નમસ્કાર કરનારા એ બીજા, અનાઉપકારી ભગવાન શ્રી મહાવીરદેવની સર્વજ્ઞતાને સમજનારા અને સર્વજ્ઞ શ્રી મહાવીર દેવે કહેલ વસ્તુસ્વરૂપને માનનારાને ચમત્કાર શા ? એ તે બધી પૌગલિક લીલા છે. આત્માના રાગીને એ ફાંફાં શાં? પણ આજે ભાવના જ બધી પલટાઈ ગઈ છે. ધર્મ ચમત્કારમાં કે આજ્ઞામાં? ધર્મ તે આજ્ઞાના પાલનમાં છે. મંત્રીઓએ શ્રી કુમારપાલના મેઢા સામે જોયું. સહેજ આશ્ચર્ય થયું. ઝટ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને સમાચાર દીધા. દેવબોધિ એટલેથી અટક્યો નહિ, પણ દેવપૂજા વખતે શ્રી કુમારપાલની સાથે ગયે. એ વખતે કુમારપાલ સમ્યગ્રદષ્ટિ નહોતા. એમને ત્યાં બધા દેવ ગણાતાઓની મૂર્તિઓ હતી, તેમાં શ્રી શાંતિનાથ ભગવાનની પણ હતી. એ શ્રી શાંતિનાથ ભગવાનની પૂજા પહેલી કરતા, પછી બીજા દેવની કરતા. દેવધિએ કહ્યું કે હે રાજન! તું ભ્રષ્ટ થયેલ છે. આ મૂર્તિ અહીં હોય? એ મૂતિ કેવી હતી? प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं,
वदनकमलमंकः कामिनीसंगशन्यः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org