________________
૧૬૬ ]
જીવન-સાફલ્ય દર્શન–૧ તેયે તમારે માટે જ્ઞાનીએ નિષેધ કર્યો નહિ, એનું કારણ તમને પાપ ન લાગે તેથી, કેમ? તમે કાપતાએ હૃદયને શુદ્ધ રાખી શકે અને અમે અડતાએ ન રાખી શકીએ તેથી? અમારાં કરતાં તમારું મનોબળ જબરુ, એથી? નહિ જ. પણ જેમ શેઠ મોટા મુનિમને મોટી જોખમ દારીનું કામ સેપે, ને નાનાને નાનું સેપે, તેમ અહી પણ સમજી લેવું, પરંતુ જે દેશ ને જે કાળમાં, જે વસ્તુ અને જે કિયા વિના ન ચાલે, એ ઉપરથી એ પાપ હોય તોયે ત્યાજ્ય ન કહેવું એ કંઈ ચાલે ? ચમત્કારથી ધર્મ કે એ વાત સાચી છે?
સભામાંથી અવાજ–પહેલાં ચમત્કાર બતાવતા હતા, એથી ધર્મ ટકતે હતે.” હું કહું છું કે કોઈ પણ આચાર્યો, કે ઈ પણ મહાપુરુષે કેવળ ચમત્કાર દ્વારા ધર્મ બતાવ્યું અને ટકાવ્ય એવું આજ સુધી બન્યું નથી. કેવળ ચમત્કારથી જ ધમી બનેલા ધમી, ધમી તરીકે રહેશે કે કેમ, એ પણ શક્તિ છે.
આચાએ કઈ કઈ વાર ચમત્કાર પણ બતાવ્યા છે. નથી બતાવ્યા એમ નહિ, પણ ક્યારે અને શું કહીને ? કલિકાલસર્વજ્ઞ આચાર્ય. ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનું દષ્ટાંત લઈએ. બહુ નજીકના, પરમપ્રભાવક, કલિકાલમાં સર્વજ્ઞ જેવા, મહારાજા કુમારપાલને ધમી બનાવ્યા બાદ એવું બન્યું કે દેવબોધિએ પાટણમાં આવીને ચમત્કાર બતાવવા માંડ્યા. પછી આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિ જીએ પ્રતિપક્ષરૂપે બતાવવા માંડ્યા. કમલનાલને દાંડા ઉપર, કેળના પત્તાની કાચા સુતરના તંતુથી પાલખી બનાવી, એમાં દેવબોધિ બેઠે. ઉપાડનાર આઠ આઠ વરસનાં ચાર બાળકે. એની અંદર દેવબોધિ બેસી આખા નગરમાં ઘૂમી મહારાજા શ્રી કુમારપાલની રાજસભામાં આવ્યું. સભા ચકિત થઈ ગઈ. મહારાજા કુમારપાલ પણ ઍક્યા. પણ ત્યાં જૈન મંત્રીઓ હાજર હતા. એ મહારાજા કુમારપાલના મેઢાના ફેરફાર જેતા હતા. જેનબચ્ચાને આ ચમત્કારની વાતમાં મહત્ત્વ લાગે જ નહિ. સર્વત્તાના દીકરાને આમાં મહત્ત્વ લાગે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org