________________
आणाए धम्मो
[ ૧૬૭ મહાસતી સુલસા :
જરા સુલસાના સમ્યકત્વનું વર્ણન કરીએ. સુલસાને ભગવાન શ્રી મહાવીરદેવે ધર્મલાભ કહેવરાવ્યું. ભગવાન શ્રી મહાવીરદેવ કેવા ? વીતરાગ. અંબડ પરિવ્રાજકને ને ધમી બનાવ્યા પછી, નવે શ્રાવક બનાવ્યા પછી, જ્યારે તે રાજગૃહી જાય છે અને રાજગૃહીનું કંઈ કામ પૂછે છે ત્યારે ભગવાને એને કહ્યું કે રાજગૃહીમાં રહેલી શ્રાવિકા સુલતાને ધર્મલાભ કહેજે.” સુલસાના પરિચયથી અંબડ ઢ થાય, એ વસ્તુસ્થિતિનું ભગવાનને જ્ઞાન હતું. અંબડને વિચાર થયે કે ભગવાન શ્રી મહાવીરદેવ, સાક્ષાત્ વીતરાગ, એમણે આખી રાજગૃહીમાં આટલા શ્રાવક, આટલા આટલા ધમીને બાદ કરી, તુલસાને ધર્મલાભ કહેવરાવ્યા, એ સુલસા કેવીક હશે ? પરીક્ષા કરું. અંબડ પોતાના પરિ ત્રાજક વેશમાં સુલતાને ત્યાં ગયે. સુલસાએ ઉપેક્ષાભાવ સે. અંબડે જાણ્યું કે છે તે પાકી, પણ કસોટી કરું. પછી એણે નગર બહાર જઈ દરેકે દરેક દેવના રૂપની વિકૃર્વણું કરી. આખી નગરી જોવા ગઈ સાક્ષાત્ અમુક, સાક્ષાત્ અમુક છે, એવું આખા નગરમાં ચાલ્યું. પણ સુલસા ન ગઈ.
છેવટે બડે સમવસરણ સહિત શ્રી તીર્થકરના રૂપની વિકૃર્વણા કરી. પોતે શ્રી તીર્થકરની જગ્યાએ બેઠે. બારે પરિષદ વિવી. દેશના દેવા માંડી. આખી રાજગૃહી જવા દોડી. પણ સુલસા ન ગઈ. કોઈએ કહ્યું કે “સુલસા, તું કેમ જતી નથી ? તીર્થકર આવ્યા છે.” સુલસા કહે-“કયા તીર્થકર ? જવાબ મળે કે “પચીસમા.”
(સભામાંથી લાલને કહ્યું : “મને છવીસમો ગણાવ્યું હતું” મહારાજે કહ્યું કે “ગાંડાઓએ.')
સુલતાએ કહ્યું કે “ન ભૂતો ન ભવિષ્યતિ.” કોઈએ કહ્યું કે, માને કે તીર્થંકર નથી પણ જવામાં આપણું શું જાય છે? જવાથી પ્રભાવના થશે. સુલસા કહે આવા પાસે જવાથી પ્રભાવના થતી નથી. અબડે ચારે તરફ આંખે ફાડી ફાડીને જોયું કે બધા આવ્યા છે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org