________________
૧૬૪ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ પાપ, એના ફળ તરીકે સ્વર્ગ, નરક, સદ્ગતિ, દુર્ગતિ માનનારાનું જીવન આવું ન લેવું જોઈએ.
આ બધી તત્વની વાતો જનકુલમાં કુદરતી હોય. એને ત્યાં જીવ, અજીવ, પુણ્ય, પાપના વિચાર સહેજે હોય. આવી મજેની સામગ્રી મળ્યા છતાં આથડતા રહે; વાતવાતમાં ધર્મનું અપમાન કરે, દેવ, ગુરુ, ધર્મની અવગણના કરે અને પછી શાસન–પ્રભાવવાની વાત કરે એ કેવું અજુગતું છે? શ્રી વસ્તુપાલ-તેજપાલ મંત્રીપદને કેવું માનતા ? ધર્મની રક્ષા થતી હોય તો એ મંત્રીપણું રહો, ને ધર્મને નાશ થતું હોય તે ભલે જાઓ. મંત્રી મુદ્રાના બળે જીવવું નથી, પણ ધર્મના બળે જીવવું છે.” આ તેઓનું ધ્યેય હતું. જૈન બનવું હોય તે જૈનત્વને સમજો:
જૈન તરીકે જીવવું હોય તે ઘણું કહેવાનું છે. સારી સરકાર પણ આદમીને આદમી માનીને કાયદા બાંધે છે, તેમ આગમ પણ જૈન બનાવવા માટે છે. જૈન બનવું હોય તે કાળજીપૂર્વક સાંભળો. તમે બધા જૈન બનવાની અભિલાષાવાળા તે છે, એમાં ના નથી, પણ કાંઈક છૂ છૂપે એ ઈરાદે ખરે કે “વિષયવિલાસ કરતા રહીએ, મોજ. મજા લેગવતા રહીએ, અને જેનપણું આવે તે ઠીક.” માટે તે કેટલાક મને પૂછે છે કે “રાતે ખાઈએ, ફલાણું કરીયે, અમુક-તમુક કરીએ, તે જૈનપણું જાય ?” આ પ્રશ્નના ઉત્તરમાં જે હું સીધું જ એમ કહું કે “ન જાય તે એમને ફાવી જાય. જો કે એમાંયે બારી છે, પણ એમને એમ કહી દેવામાં આવે તે જુઓ પછી કુદાકુદ. બજારમાં જઈને એમ જ કહેવા મંડી પડે કે “રાત્રે ખાવા વગેરેમાં કશે જ વાંધો નથી.” પણુ મહાનુભાવે ! શાસ્ત્ર એમ કહ્યું છે કે “એક આદમીથી ન કરવા જોગી ક્રિયા કર્યા વિના ન ચાલે તેમ હોય અને એથી કદાચ કરે પણ, તે એટલા માત્રથી જેનપણું ચાલ્યું જતું નથી, પણ એ કરવા લાયક નથી એવું ન માને, ન બેલે તે, અને પિતાની ખામી તરીકે જાહેર ન કરે છે, જેનપણું જરૂર ચાલ્યું જાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org