________________
૧૬૨ ]
જીવન–સાફલ્ય દર્શન ૧
માર્ગે ઘસડાઈ જશે. શત્રુ પર જીત મેળવવી એ જૈનનું કામ. પણ
ક્યા શત્રુઓ? કામ-ક્રોધાદિ આંતરશત્રુઓ, બાહ્ય શત્રુઓ ઉપર નહિ. તે પણ આજ્ઞા મુજબ, આજ્ઞા આઘી મૂકીને નહિ. તમે જેનાં એઠાં લેવા માંગે છે, એ મહાપુરુષો સિદ્ધાંત પર કેટલા ચુસ્ત હતા, એ જાણે છે ? શ્રી વસ્તુપાલ અને તેજપાલ!
ઘણુઓ મંત્રીશ્વરશ્રી વસ્તુપાલ-તેજપાલની વાત કરે છે. શ્રી વસ્તુપાલ-તેજપાલને રાજા વિરધવલ બહુમાનપૂર્વક સભામાં મંત્રી મુદ્રા આપે છે. ત્યારે શ્રી વસ્તુપાલ-તેજપાલ કહે છે કે-રાજન્ ! સાંભળે અમે જૈન છીએ. પહેલા નંબરે અમે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાના, બીજા નંબરે એ પરમતારકની આજ્ઞામાં વર્તતા નિગ્રંથ ગુરુઓની અને ત્રીજા નંબરે બન્ને મહાપુરુષોએ કરેલાં ફરમાનેની સેવા કરવાના. આ ત્રણની સેવામાં બાધ ન આવે એવી રીતે થે નંબરે આપની સેવા” તાત્પર્ય એ જ કે આ ત્રણ તે માલિક નિયત થઈ ગયા છે. આ ત્રણની સેવા માટે બંધાઈ ચૂક્યા છીએ. એ ત્રણની સંપૂર્ણ સેવામાં જીવન સમર્પણ કરવાની તાકાત નથી, માટે આપની સેવા કરવી પડે છે. પ્રભાવનાનું કારણ રાજ્ય કે ધર્મ ?
કેટલાક કહે છે કે શ્રી વસ્તુપાલ-તેજપાલ મંત્રી હતા તે શાસનની પ્રભાવને કરી શક્યા. મંત્રી તે ઘણાયે થઈ ગયા, ૨ જ્યનાં સિંહાસને ઘણાએ ભેગવ્યાં. એ બધાંએ કેમ ધર્મની પ્રભાવના ન કરી? રાજ્ય કે સત્તા એ જે પ્રભાવનાનાં કારણ હોત તે બધા કરત, પણ બધાએ તે કરી નથી. ત્યારે શ્રી વસ્તુપાલ-તેજપાલે કરી, તે શાથી? શ્રી વસ્તુપાલ-તેજપાલમાં તે આપણે જે કહી રહ્યા છીએ. તે હતું. આજે ખુરશી, માનપાન અને દુનિયાની સાહ્યબી માટે ધર્મને આઘે મૂકવા તૈયાર થાય, તે શાસનની પ્રભાવના કરશે? પૈસા માટે ન કરવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org