________________
૧૬૦ }
જીવન-સાફલ્ય દર્શનદંભ ન ચલાવે માટે એને અનુરૂપ ક્રિયામાં અપ્રમત્તતાનું વિધાન પણ આવશ્યક કર્યું. આથી સમજો કે એ ત્રણ ગુણે આવ્યાની ખાતરી કરવા માટે એની દશાનું અવલોકન કરવું જોઈએ.
આ ત્રણ વસ્તુ આવ્યાની ખાતરી શી ? એ જ કે એની દશા અનુપમ હોય. અરે એ ત્રણને રાગી હોય તે પણ તે તે ક્રિયામાં અપ્રમત્ત હોય, તેવા થવાની કેશિષ કર્યા જ કરતા હોય, પણ આજે એ જ વધે છે. પહેલેથી છઠ્ઠા ગુણઠાણ સુધીની આ બધી કિયાએ શાના માટે ? વિષયને વિરાગ, કષાયને ત્યાગ, ને ગુણાનુરાગ, આ ત્રણ સંપૂર્ણપણે આવી જાય પછી કિયાની જરૂર પણ શી? વિષયમાત્ર પર વિરાગ થાય, કષાયમાત્ર ચાલ્યા જાય, અને ગુણેની સાથે આત્મા અસ્થિમજાવતું બની જાય, પછી કિયા કરવાપણું નહી રહે. સિદ્ધરૂપ થયેલા આત્માને કિયાની જરૂર નથી, કારણ કે વિષનો સંગ નાશ પામી ગયો છે, કષાયે વિખૂટા પડી ગયા છે, અને આત્મા ગુણમય બની ગયો છે. “વિષયને વિરાગ, કષાયનો ત્યાગ અને ગુણાનુરાગ” આ ત્રણ વસ્તુ સંપૂર્ણપણે મળ્યા પછી જ ધર્મ કરે એમ કેઈ કહે તે કહેવાનું કે એ ત્રણને મેળવવા માટે તે ધર્મ કરવાનો છે.
આજની દુનિયા એમ કહે છે કે કિયાના અપ્રમત્તપણે વિના જે ધર્મ થાય તે કિયાની જરૂર શું છે ? પણ એને એમ પૂછે કે વગર કિયાએ વિષયવિરાગીપણું, નિષ્કષાયીપણું અને ગુણાનુરાગી પણું કહેરાવવું હોય તે ના પણ કેણુ પાડે છે? સઘળા જ તૈયાર છે પણ
અમારામાં ઠાંસી ઠાંસીને વિષયવિરાગ ભરેલો છે” આમ કહેનારને પૂછીએ કે “તે પછી વિષય ભેગવે છે કેમ?” કે ઝટ વધે ઊભે થશે. વધે તે ત્યાં સુધી છે કે વિષયવિરાગની આજે વાત પણ જીતી નથી. વિષય મૂકવાની વાત આવે ત્યાં મૂંઝવણ થાય છે. જાણે વાતે કર્યો જ મેક્ષ ન મળતું હોય ! કાંઈ કિયાની જાણે જરૂર જ ન હોય એમ મોક્ષ વાતેથી જ મળતું હોય તે જોઈતું'તું શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org