________________
૧૫૮ ]
જીવન સાફલ્ય દર્શન- શ્રી ભરત મહારાજા પિતાનાં પાપ, દેશે કહેવાની વિનંતિ કરે છે. સાધમીને વિનંતિ કરે છે. સાધમી એટલે અઢારે પાપસ્થાનકને વિરોધી. શ્રી જિનેશ્વરદેવને અનુરાગી અઢારે પાપસ્થાનકને વિરોધી હોય કે રાગી? તમને અઢારે પાપસ્થાનક ગમે તે તમે શ્રી જિનેશ્વરદેવના માર્ગના પ્રેમી ખરા? ૧. હિંસા, ૨. અસત્ય, ૩. અદત્તાદાન એટલે ચેરી, ૪. અબ્રહ્મ, ૫. પરિગ્રહ, ૬. ક્રોધ, ૭. માન, ૮. માયા, ૯. લોભ, ૧૦. રાગ, ૧૧, દ્વેષ, ૧૨, કલહ...આ બધું તમને ન ગમવું જોઈએ. હજી આગળ, ૧૩. અભ્યાખ્યાન -- એટલે બે આળ આપવું તે. ન બનેલી વાતનો કેઈના નામે પ્રચાર કરે તે. ૧૪. શૂન્ય એટલે ચાડી. ૧૫. રતિ–અરતિ એટલે ઈષ્ટ સંગોની પ્રાપ્તિમાં રતિ અને અનિષ્ટ સંગની પ્રાપ્તિમાં અરતિ. ૧૬. પરંપરિવાદ-પારકાની નિંદા, ૧૭. માયા–મૃષાવાદ ૧૮. મિથ્યાત્વશલ્ય. આ અઢારે પાપથાનક તમને ગમવા ન જોઈએ. શ્રી જિનેશ્વરદેવને રાગી, જે અઢારે પાપસ્થાનક સેવવાની સલાહ આપે તે મા-બાપને માબાપ, વડીલને વડીલ અને વાલીને વાલી ન માને. જે વિદ્યા અઢારે પાપસ્થાનકને સેવવા જેવું સમજાવે તેને વિદ્યા ન માને. અઢાર પાપસ્થાનકને સેવવા જેવાં છે એવું કહે તેને હિતેષી ન માને. “એની સેવામાં વાંધો નથી.” એવું કહેનારને ગુરુ પણ ન માને. એટલું જ નહિ, પણ તેવા આત્માને સમ્યગદષ્ટિ પણ ન માને. પ્રથમ ગુણસ્થાનકે વર્તતા માર્ગનુસારીની કોટિમાં પણ તેને માન્ય ન રાખે, અઢારે પાપસ્થાનકના પક્ષકારમાં માર્ગાનુસારિતા જેટલી ગ્યતા પણ વાસ્તવિક રીતિએ હતી નથી. માટે તમે અઢારે પાપસ્થાપકના કદાચ ત્યાગી ન બની શકે તો છેવટે હૈયાથી વિરોધી તે બને જ. અને અંતે વિષયવાસનાની વિકરાળતાને સમજીને તેને યથાશક્ય દૂર કરી કષાયને ત્યાગ, ગુણને અનુરાગ અને ક્રિયામાં અપ્રમાદને પ્રાપ્ત કરી શિવસુખના ઉપાયભૂત ધર્મને આત્મસાત્ બનાવવામાં પ્રયત્નશીલ બને એ જ એક શુભાભિલાષા. અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org