________________
વિષયવાસનાની વિકરાળતા
[ ૧૫૭ તારા જે થાઉં તે જ તે પિતાનો પુત્ર કહેવાઉં.” આચાર્યભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણ ફરમાવે છે કે સમ્યગૃષ્ટિ આત્મા ભવસાગરમાં ન રમે. (આનંદ ન પામે.) કદાચ પાદિયે સંસારમાં રહેવું પડે તે રહે પણ રમે તે નહિ જ. તમે બધા રહેલા છે કે રમતા છે? દુઃખ એ થયું છે કે કીચડમાં પડેલા કચ્ચડના ગુણગાન ગાય છે. પાપની, વિષયની પ્રશંસા કરે છે. પાપને પાપ માનતાં યે વાં આવે છે. બિમારી વખતે ખાટલે સૂવું પડે પણ તેથી કાંઈ ખાટલે સારે મનાય ? લેકો જેવા આવે તેથી ખાટલામાં પડેલાને સુખ કે દુઃખ? શ્રી ભરત મહારાજા વિચારે છે કે “હું પ્રભુ શ્રી બાષભદેવને પુત્ર, મારા નવાણું ભાઈઓએ, સંખ્યાબંધ પુત્રો અને પુત્રના પુત્રોએ સંયમ સ્વીકાર્યો અને હું જાણવા છતાં મૂકતા નથી, તેથી અધમમાંયે હું અધમ છું.” આરીસાભુવનમાં કેવળજ્ઞાન થાય તે આવી ભાવનાઓને યેગે. આ શ્રી ભરત મહારાજાના જીવનમાંથી તમે શું લીધું ? શ્રી ભરતમહારાજા પ્રભુની આજ્ઞામાં લીન હતા, પ્રભુને તરણતારણ માનતા, ને જે રાજસિંહાસન પર બેસતા તેને સંસાર તરુનું બીજ માનતા. એવાઓનું પાપ પણ પતલું ને પિલું હેય. એવાના પાપના પરિણામ એટલા મંદ હોય કે છોડતાં વાર લાગે નહિ. એ ભરત મહારાજા સાધમને શું કહે છે?
“કૃષ્ણાદ્રિ 7 વિધાત ” કૃષિ આદિ કામ તમે ન કરે અર્થાત્ તમે જે આરાધના કરે છે એમાં હું સહાયક થાઉં, વધુ સમયની સહાય કરી આપું, વધુ સારી રીતે તમે આરાધી શકો એવી અનુકૂળતા કરી આપું.” સાધમીને કયે માર્ગે જોડીએ તો તે ધર્મમાં મજબૂત થાય? શ્રી ભરત મહારાજા કહે છે કે “આરંભ-સમારંભના વેપાર બંધ કરે અને સ્વાધ્યાયમાં લીન બને.” એ એદીપણું કે ઉદ્યમીપણું? આગળ શ્રી ભરત મહારાજા કહે છે જ્યારે જ્યારે હું આવું, તમે મને જુઓ ત્યારે ત્યારે જે તમે મારા ઉપકારી, સાચા સાધમ, અને હિતચિંતક હે, તો મને પાપથી ચેતતે રાખજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org