________________
૧૫૬ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ શ્રાવક નથી. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના માટે ગમે તેમ ગપ્પાં મારે, લખે, એમાં તમને કાંઈ લાગેવળગે ખરું ? એમણે તમને કંઈ પિસા આપ્યા છે ? થેલીબેલી ડી આપી છે? એ તમારું ભલું કરનારા શાથી? મેક્ષ સાધવાનું બતાવી ગયા છે તેથી. તમે તમારા બાપને, તારકને, ઓળખતા નથી. એમને માટે ગમે તેવાં ગપ્પાં મારે, લખે, છતાં તમને કશું જ લાગતું નથી, એ ખરેખર ખેદ ઉપજાવે તેવું છે. પાપસ્થાનકેના વિરોધી બને ?
બીજી એક વાત કહી દઉં. મજેની છે. શ્રી ભરતજી અને શ્રી બાહુબલિજ કોના દીકરા ? શ્રી ષભદેવ ભગવાનના દીકરા. શ્રી ભરતજીને બાહુબલિજીનું યુદ્ધ બહુ મોટું અને ભયંકર થયું છે. એમાં શ્રી બાહુબલિજી જીતે છે. અંતે છેલ્લી મુઠ્ઠીના પ્રયોગ વખતે શ્રી બાહુબલિ ચેકે છેહું કોણ, શ્રી ઋષભદેવને પુત્ર. જે બાપે રાજ્યલક્ષ્મીને તરણાની જેમ તજી, તે રાજ્યલક્ષમી સેવવાયેગ્ય માની અને તેના પરિણામે આ દુર્દશામાં આવ્યું. મોટાભાઈ પૂજાનું પાત્ર, એને મારી નાખવાની દુષ્ટમાં દુષ્ટ હદે પહોંચ્યા.” ભાગ્યવાન ! કહો કે શ્રી ઋષભદેવ ભગવાનની હયાતિનો જ આ કાળ છે કે જુદો ? શ્રી બાહુબલિજી આગળ વિચારે છે “આ રાજ્ય ત્યાજ્ય ન હોય તે ત્રણ જ્ઞાનના ધણી પિતા કેમ ત્યજત? એને મેં રાખવાયેગ્ય માન્યું ત્યારે મોટા બંધુને ઘાત કરવાની હદે પહોંચે.” પણ એ મૂડીયે ખાલી ન જાય, મૂઠી નકામી ન જાય, ન તે ભાઈ ઉપર ચલાવાય, ન તે કોઈ પ્રાણુ ઉપર ચલાવાય, એટલે એ જ મુષ્ટિથી યુદ્ધભૂમિમાં લેચ કર્યો. આ જોઈ શ્રી ભરતજી આંસુ નીતરતી આંખે શ્રી બાહુબલિના પગમાં પડે છે. શ્રી બાહુબલિની પ્રશંસા અને પિતાની નિંદા કરતાં શ્રી ભરત મહારાજા બોલે છે કે “રાજ્ય એ ભવતરુનું–સંસારરૂપી વૃક્ષનું બીજ છે, એમ જેઓ નથી જાણતા તેઓ અધમ છે તે જાણતા છતાયે તેને ત્યાગ નહિ કરનારે, હું તે અધમ કરતાંયે અધમ છું. તું જ તાતને પુત્ર છે કે જેથી તાતને માગે ગમન કરે છે. હું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org