________________
વિષયવાસનાની વિકરાળતા
[ ૧૫૫
અકબર બાદશાહને ઉપદે શી રીતે ? આમ રાજા શ્રી બપ્પભટસૂરિજીને પિતાને પટ્ટહસ્તી લઈ સામે લેવા આવે છે ને કહે છે કે
આપ મારા ગુરુ, પટ્ટહસ્તી ઉપર બેસે.” ત્યારે શ્રી બપ્પભટસૂરિજી ના કહે છે. આમ રાજાનું શિર મૂકે છે કે જે મહાત્મા આવા સંગમાં પણ મક્કમ રહી શકે છે, તે જ મારું ભલું કરે. આજ તે કહે છે કે અમારા ઉપકાર માટે સાધુપણાના આચારને ઊંચા મૂકે અને અમે શ્રાવકે કહીએ તેમ કરે. અકબર બાદશાહે જગદ્ગુરુ આચાર્ય શ્રી હીર. સૂરિજી મહારાજાને બેલાવવા ફરમાન કાઢયાં અને તેના તરફથી જગગુરૂ આચાર્ય શ્રી હીરસૂરિજી મહારાજાને જે જોઈએ તે, હીરા, માણેક, હાથી, વગેરે માનસન્માન સાથે જોઈતી સામગ્રી પૂરી પાડવા, દરેક સૂબાને ફરમાવવામાં આવ્યું. અમદાવાદને સૂછે આ બધું હાજર કરે છે. ભટ્ટારક શ્રી હીરસૂરિજી મહારાજા કહે છે કે “આ બધું અમારે ન જોઈએ.” “સાહેબ ! દિલ્હી બહુ દૂર છે. ” “ફકર નહિ. પગે જઈશું.” અમદાવાદના સૂબાએ બાદશાહ અકબરને લખી વાળ્યું કે આજ સુધી ઘણા ફકીરે જોયા પણ આ તે કેઈક ન જ ફકીર છે. જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરસૂરિજી મહારાજા દિલ્હી પહોંચે તે પહેલાં તે એ ત્યાગમૂતિ, અકબરના હૃદયમાં કેતરાઈ ગઈ. અત્યારે તે કહે છે કે કહેવાતા ઉપકાર માટે ગાડીમાં પણ જવાય. આજના લકે પિતાનાં પાપ છુપાવવા, આવા મહર્ષિઓ ઉપર કલંક મૂકે છે. એના જેવા અધમ બીજા કોણ? અકબર જેવા મુસલમાન બાદશાહને પ્રતિબંધવા જલ્દી જવું સારું હતું ને ? આચાર્ય મહારાજ શ્રી હીરસૂરિજીએ અવસર ન ઓળખે ? પણ નહિ. આચારમાં રહીને થાય તેટલું કરવું પણ આચારને મૂકીને તે નહિ જ. અકબરે પણ આચાર્ય શ્રી હીરસૂરિજી મહારાજાની બહુ પરીક્ષા કરી છે. બહુ બહુ કઠી કરી છે. જે ત્યાં ઠીક ન લાગત તે અકબર એમને પણ ફેંકી દે એ હતે. યુરેપ જેવા દેશમાં ધર્મના પ્રચારના બહાને આજે આચારને વેગળે મૂકી દેવાની વાત કરવામાં આવે છે. જમાનાના નામે, દેશભક્તિના નામે, આચારને દૂર મૂકવાનું કહેનારા સાધુ નથી, ને તેમાં હા ભણનારા
આ તે કોને લખી વાવ્ય પગે જ
માગમ થી હાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org